×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુથી તમિલનાડુ, ગુજરાતથી બંગાળ સુધી હાઈવે પર ઉતરશે ફાઈટર પ્લેન, જાણો સમગ્ર તૈયારી


- એરબેઝ તબાહ થઈ જાય ત્યારે એરફોર્સ માટે હાઈવે પર બનેલા રનવે વિકલ્પ તરીકે કામ આપે છે. દેશમાં હોનારત સમયે ઈમરજન્સી રેસ્ક્યુ દરમિયાન હાઈવે એર સ્ટ્રિપનો ઉપયોગ થઈ શકે છે. 

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ઈમરજન્સીની સ્થિતિમાં અથવા પછી રેસ્ક્યુ કે રાહત પહોંચાડવાના ઉદ્દેશ્યથી નેશનલ હાઈવેને લેન્ડિંગ એર સ્ટ્રિપમાં બદલવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ તમામ એર સ્ટ્રિપ્સની લંબાઈ અને ડિઝાઈન એ હિસાબથી કરવામાં આવ્યા છે જેથી મોટા મોટા ફાઈટર એરક્રાફ્ટથી લઈને વિમાન પણ ઉતારી શકાય.

માર્ગ પરિવહન મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ફ્લાઈટ લેન્ડ કરતી વખતે હાઈવેને બંને બાજુથી બંધ કરવાથી લઈને જરૂરી સેફ્ટી પ્રોટોકોલનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી પરિવહનને અડચણ ન આવે. નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી આવી બે એર સ્ટ્રિપ્સ આંધ્ર પ્રદેશમાં બનીને તૈયાર થઈ ગઈ છે તથા પશ્ચિમ બંગાળ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં હાઈવે પર વધુ એક-એક એર સ્ટ્રિપ્સ બનાવવામાં આવી રહી છે. નેશનલ હાઈવે પર આવી 4 એર સ્ટ્રિપ્સ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ અમુક માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે જ્યારે અમુક માટે જમીન અધિગ્રહણ કરવા યોજના ચાલુ છે. 

ક્યાં બનશે એર સ્ટ્રિપ્સઃ

જમ્મ કાશ્મીરઃ બનિહાલ-શ્રીનગર માર્ગ પર અવંતિપુરા પાસે કામ ચાલી રહ્યું છે. જમ્મુ-ઉધમપુર માર્ગમાં સાઈટ વિઝિટ થશે.

પંજાબઃ સંગરૂર જિલ્લામાં એનએચ 71 પર દોગલ દિરવા ગામ પાસે સાઈટ વિઝિટ થશે. હરિયાણામાં સિરસા માર્ગમાં ડબબલી પાસે એક મહિનાની અંદર ટેન્ડર થઈ જશે. હિસારમાં કલ્પના ચાવલા મેડિકલ કોલેજ પાસે એક મહિનામાં ટેન્ડર થઈ જશે. 

ઉત્તર પ્રદેશઃ મુરાદાબાદ પાસે એનએચ 24માં સાઈટ વિઝિટ થશે. તે સિવાય લખનૌ-રાયબરેલી વચ્ચે અને અયોધ્યા પાસે એનએચ 27માં સાઈટ વિઝિટ થશે. 

રાજસ્થાનઃ ફલૌદી-જેસલમેર અને બાડમેર-જેસલમેર માર્ગમાં સ્પોટ ફાઈનલ થઈ ગયા છે. ટેન્ડર થવાનું છે. જ્યારે ગંધો-બકાસર માર્ગમાં નિર્માણ કાર્ય ચાલુ છે. 

ગુજરાતઃ રાજકોટના દતરાના પાસે નિર્માણનું ટેન્ડર થઈ ગયું છે. દ્વારકા-માલ્યામાં વર્ક ઓર્ડર થઈ ગયો છે. જમીન અધિગ્રહણ ન થયું હોવાથી કામ નથી થઈ રહ્યું. ભુજ-અંજાર માર્ગમાં સાઈટ વિઝિટ થશે. સુરત-મુંબઈ માર્ગ પર સાઈટ વિઝિટ થશે. 

આંધ્ર પ્રદેશઃ નેલ્લોર પાસે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વિજયવાડા-અંગોરમાં નિર્માણ કાર્ય ચાલુ છે. રાજમૂંદરી-વિજયવાડા માર્ગમાં સાઈટ વિઝિટ થશે. 

તમિલનાડુઃ પુડુચેરીમાં ટેન્ડર થઈ ગયું છે. જમીન અધિગ્રહણ ન કરવા દીધું. મદુરાઈ માર્ગમાં સાઈટ વિઝિટ થશે. 

પશ્ચિમ બંગાળઃ બાલાસૂર-ખડગપુરમાં કામ ચાલી રહ્યું છે. ડિગના પાસે સાઈટ વિઝિટ થશે. 

બિહારઃ ઈસ્લામપુર-કિશનગંજ પાસે સાઈટ વિઝિટ થશે. 

આસામઃ જોરહાટમાં શિવસાગર પાસે પસંદગી થઈ ગઈ છે. ટેન્ડર થશે. બરકાઘાટ પાસે લોકેશન ફાઈનલ છે, ટેન્ડર થશે. નૌગાંવ સેનભોગ માર્ગ એનએચ 27નું ટેન્ડર થશે. 

ઓડિશાઃ ખગડપુર-કંજાવર માર્ગમાં સાઈટ વિઝિટ થશે. 

શા માટે બની રહી છે એર સ્ટ્રિપ્સઃ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ હંમેશા દેશના મહત્વપૂર્ણ એરબેઝને ટાર્ગેટ કરી તેમને તબાહ કરવા પ્રયત્ન કરે છે જેથી તે દેશના ફાઈટર જેટ લેન્ડ અને ટેકઓફ ન કરી શકે. એરબેઝ તબાહ થઈ જાય ત્યારે એરફોર્સ માટે હાઈવે પર બનેલા રનવે વિકલ્પ તરીકે કામ આપે છે. દેશમાં હોનારત સમયે ઈમરજન્સી રેસ્ક્યુ દરમિયાન હાઈવે એર સ્ટ્રિપનો ઉપયોગ થઈ શકે છે.