×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જન ઔષધિ સેવા યોજના રોજગાર આપવાનું માધ્યમ પણ બની રહી છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. 7 માર્ચ 2021, રવિવાર

જે દેશ આખામાં જન ઔષધિ દિવસની ઉજવણી થઇ રહી છે. આ ઇવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ વડે જન ઔષધિના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદી સરકાર લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવનો પ્રયાસ કરી રહી છે. જેના માટે સરકારે દેશના વિવિધ ક્ષેત્રોમાં જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા છે. 

જન ઔષધિ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘જન ઔષધિ યોજનાને દેશના દરેક ખુણામાં ચલાવનારા અને કેટલાક લાભાર્થીઓએ સાથે વાત કરવનો મને આજે અવસર મળ્યો. આ યોજના ગરીબ અને ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારોને વિશેષરુપે લાભદાયી શઇ રહી છે. ગરીબો સુધી સસ્તી દવા પહોંચી રહી છે.’

તેમણે આગળ કહ્યું કે જન ઔષધિ કેન્દ્રો પર સસ્તી દવાઓની સાથે સાથે યુવાનોને રોજગાર પણ મળી રહ્યા છે. આપણી બહેન અને દીકરીઓને માત્ર અઢી રુપિયામાં સેનેટરી પેડ મળી રહ્યા છે. જેથી તેમના સ્વાસ્થ્ય પર સકારાત્મક સર થઇ રહી છે. અત્યાર સુધીમાં 11 કરોડ સેનેટરી પેડ આ કેન્દ્રો પરથી વેચાઇ ગયા છે. જન ઔષધિ સેવા યોજના રોજગાર આપવાનું માધ્યમ પણ બની રહી છે. 

1000 કરતા વધારે જન ઔષધિ કેન્દ્ર તો એવા છે જેને મહિલો ચલાવી રહી છે. એટલે કે આ યોજના દીકરીઓની ત્મનિર્ભરતાને પણ બળ પુરુ પાડે છે.  આ યોજના વડે પૂર્વોત્તરના પહાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી સસ્તી દવાઓ પહોંચી છે. આજે આ યોજના સાથે જોડાયેલા 7500મા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે શિલોંગમાં ખુલ્યું છે. 6 વર્ષ પહેલા દેશમાં 100 કેન્દ્રો પણ નહોતા જ્યારે આજે આ સંખ્યા 7500 થઇ છે.