×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઈન્કવાયરી પૂરીઃ તપાસ સમિતિનુ કહેવુ છે કે, હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી નહોતી


નવી દિલ્હી, તા. 2. જાન્યુઆરી 2022 રવિવાર

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના મામલાની તપાસ પૂરી થઈ ગઈ છે.આ દુર્ઘટનામાં 13 લોકોના જીવ ગયા હતા.

વાયુસેના દ્વારા હજી સુધી તપાસને લઈને કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી પણ સૂ6ોનુ કહેવુ છે કે, આ દુર્ઘટનામાં કોઈ માનવીય કે ટેકનિકલ ખામી જવાબદાર નથી.આ પ્રકારની દુર્ઘટનાઓ ત્યારે થતી હોય છે જ્યારે પાયલોટનુ ધ્યાન ભટકી જાય અથવા તો તે આસપાસની સ્થિતિનુ અનુમાન ના લગાવી શકે અથવા તો અજાણતા પાયલોટ કોઈ વસ્તુ સાથે ટકરાઈ ગયો હોય.આ પ્રકારની સ્થિતિને હવાઈ ઉડ્ડયનની ભાષામાં કંટ્રોલ્ડ ફ્લાઈડ ઈન્ટૂ ટેરેન તરીકે ઓળખવામાં આવે છે.

જેનો અર્થ એ પણ થાય કે , હેલિકોપ્ટર ઉડવા યોગ્ય હતુ અને પાયલોટની કોઈ ભૂલ નહોતી.શક્ય છે કે, ખરાબ હવામાનના કારણે પાયલોટની જોવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય અને આ દુર્ઘટના સર્જાઈ હોય.

વિશ્વ સ્તરે પણ આ પ્રકારની દુર્ઘટનાઓમાં ઘણા કિસ્સા માટે કંટ્રોલ્ડ ફ્લાઈટ ઈન્ટુ ટેરેનની સ્થિતિ જવાબદાર હોય છે.

આ મામલાની તપાસ કરી રહેલી ટીમે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનો ઈનકાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે, આ તપાસ ટીમના અધ્યક્ષ એર માર્શલ માનવેન્દ્ર સિંહ છે અને તે દેશના ટોચના મિલિટરી હેલિકોપ્ટર પાયલોટ પૈકીના એક મનાય છે.

એવુ મનાય છે કે, બહુ જલ્દી રિપોર્ટ વાયુસેનાને સુપરત કરવામાં આવશે .તેને કાયદાકીય પાસાઓની ચકાસણી કર્યા બાદ સરકાર સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.