×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છ મહિનામાં ચાર વખત 'ટેલ સ્ટ્રાઈક', ઈન્ડિગો એરલાઈન પર ફટકાર્યો 30 લાખનો દંડ


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો પર વારંવાર ટેલ સ્ટ્રાઈકની ઘટનાઓની ચિંતાને પગલે વિશેષ ઓડિટના આધારે એરલાઈન પર રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઑડિટમાં ઇન્ડિગોના દસ્તાવેજીકરણ અને પ્રક્રિયાઓમાં "પ્રણાલીગત ખામીઓ" બહાર આવી હતી. આ વર્ષે છ મહિનાની અંદર, એરલાઇનના A321 એરક્રાફ્ટ ચાર વખત ટેલ સ્ટ્રાઈકનો ભોગ બની હતી. આ પછી, રેગ્યુલેટરે ઓડિટ હાથ ધર્યું હતું.

DGCA એ IndiGo પર ઓડિટ હાથ ધર્યું 

વધુમાં, DGCA એ IndiGoને તેના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં DGCA ના નિયમો અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર માર્ગદર્શિકા મુજબ જરૂરી સુધારા કરવા નિર્દેશ આપ્યો છે. ઉડ્ડયન નિયમનકારે શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "વર્ષ 2023માં છ મહિનાના ગાળામાં ઈન્ડિગો એરલાઈન્સના A321 એરક્રાફ્ટને સંડોવતા ટેલ સ્ટ્રાઈકની ચાર ઘટનાઓ બની જેના કારણે ફ્લાઇટ ડેટા મોનિટરિંગનું વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું.

ઈન્ડિગો એરલાઈન્સે આપેલા જવાબ પર  DGCAને લાગ્યો અસંતોષ

આ વિશેષ ઓડિટ દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ/તાલીમ પ્રક્રિયાઓ અને એન્જિનિયરિંગ પ્રક્રિયાઓ સંબંધિત દસ્તાવેજોમાં કેટલીક પ્રણાલીગત ખામીઓ જોવા મળી આવી હતી. DGCAએ જણાવ્યું હતું કે, DGCAએ ઈન્ડિગો એરલાઈન્સને કારણ આપી નોટિસ જારી કરી હતી અને તેમને નિર્ધારિત સમયગાળામાં જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જવાબની વિવિધ સ્તરે સમીક્ષા કરવામાં આવી છે અને તે સંતોષકારક જણાયું નથી.

એરલાઇન્સ પર ફટકાર્યો 30 લાખ રૂપિયાનો દંડ

આ પછી, DGCA એ એરલાઇન્સ પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને DGCA નિયમો અને OEM માર્ગદર્શિકા અનુસાર તેમના દસ્તાવેજો અને પ્રક્રિયાઓમાં સુધારો કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ટેલ સ્ટ્રાઈકની ઘટનાને પગલે DGCA એ ઈન્ડિગોના કેપ્ટનનું લાયસન્સ ત્રણ મહિના માટે અને કો-પાઈલટનું લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું. બેંગ્લોરથી અમદાવાદ જતી ફ્લાઈટ નંબર 6E 6595માં લેન્ડિંગ સમયે આ ઘટના બની હતી.