×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'છેલ્લા 9 વર્ષમાં સરકારી યોજનાઓએ કરોડો ગરીબોનું જીવન સરળ બનાવ્યું': મોદી


Image: DD News


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છઠ્ઠી વખત કર્ણાટકની મુલાકાત લીધી હતી.   ત્યારબાદ પીએમ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતુ. આ એક્સપ્રેસવે 118 કિલોમીટર લાંબો છે જેને કુલ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. રોડ શો બાદ પીએમ મોદીએ એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.

દેશની પ્રગતિ જોઈને યુવાનો ગર્વ અનુભવે છે: મોદી 

વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દેશની પ્રગતિ જોઈને યુવાનો ગર્વ અનુભવે છે. આ તમામ પ્રોજેક્ટ વિકાસ અને સમૃદ્ધિના નવા રસ્તા ખોલશે. બેંગલોર અને મૈસૂર કર્ણાટકના બે મહત્વપૂર્ણ શહેરો છે. એક ટેક્નોલોજી માટે જાણીતું છે અને બીજું પરંપરા માટે જાણીતું છે. આવી સ્થિતિમાં આ બંને શહેરોને ટેક્નોલોજી દ્વારા જોડવા જરૂરી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 પહેલા કોંગ્રેસે ગરીબ લોકોને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબ લોકોના પૈસા લૂંટ્યા છે.

છેલ્લા નવ વર્ષમાં ભાજપ સરકારની યોજનાઓને કારણે કરોડો ગરીબોનું જીવન સરળ બન્યું : મોદી 

વધારેમાં મોદીએ કહ્યું કે, 2014માં તમે મને વોટ આપીને સેવા કરવાની તક આપી હતી, ત્યારે દેશમાં એક સંવેદનશીલ સરકાર બની જે ગરીબોની પીડા અને વેદનાને સમજે છે. ગરીબોના જીવનમાંથી મુશ્કેલીઓ ઓછી કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા નવ વર્ષમાં ભાજપ સરકારની યોજનાઓને કારણે કરોડો ગરીબોનું જીવન સરળ બન્યું છે. કોંગ્રેસની સરકારમાં ગરીબોને સુવિધા માટે સરકારના ચક્કર લગાવવા પડતા હતા. હવે ભાજપ સરકાર ગરીબો પાસે જઈને સુવિધાઓ આપી રહી છે.

દેશની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ 

વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસીઓ નથી જાણતા કે દેશની કરોડો માતાઓ અને બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ છે.