×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેલ્લા 24 કલાકમાં વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડું, સૌથી વધુ જેફ બેઝોસને થયું નુકસાન

image : Twitter


વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં સુનામી જોવા મળી રહ્યું છે. નંબર વન અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટથી લઈને જેફ બેઝોસ સુધી... બિલ ગેટ્સથી લઈને વોરન બફેટ સુધી, તમામ ધનિકોએ છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે બર્નાર્ડ અર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં બીજા ક્રમે છે. ખાસ વાત એ છે કે તમામ ધનિકની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. ચાલો અબજોપતિઓની યાદીમાં આવેલા લેટેસ્ટ ઉતાર-ચઢાવ પર એક નજર કરીએ.

આ ધનિકોએ સૌથી વધુ સંપત્તિ ગુમાવી

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં ટોપ-20માં સામેલ 18 અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે. જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, તેમની નેટવર્થમાં 19.8  અબજ ડૉલર એટલે કે લગભગ રૂ. 1,63,909 કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે તેમની નેટવર્થ ઘટીને 139 અબજ ડૉલર થઈ ગઈ છે. જોકે, બેઝોસ હજુ પણ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. મિલકત ગુમાવવા મામલે તેમના પછીનું નામ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ અર્નોલ્ટનું આવે છે. તેમણે છેલ્લા 24 કલાકમાં 11.2 અબજ ડૉલર અથવા લગભગ 92,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે ફ્રેન્ચ અબજપતિની નેટવર્થ 200 અબજ ડૉલરની નીચે પહોંચી ગઈ છે. 

બેઝોસને સગાઈનો આનંદ અને સંપત્તિ ગુમાવવાનું દુ:ખ

જેફ બેઝોસને સુખ અને દુ:ખ બંને એક સાથે મળ્યા છે. અહેવાલો અનુસાર, બેઝોસે તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે સગાઈ કરી લીધી છે. આ કપલ હાલમાં ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છે અને સાંચેઝની આંગળીમાં હૃદય આકારની વીંટી જોઈને તેમની સગાઈના સમાચાર ચર્ચામાં છે. જણાવી દઈએ કે બંને વર્ષ 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ ખુશીની વચ્ચે જેફ બેઝોસની સંપત્તિમાં આટલો મોટો ઘટાડો કોઈ દુ:ખથી ઓછો નથી.

અર્નોલ્ટ અને મસ્ક વચ્ચેનું અંતર ઘટ્યું

પ્રોપર્ટીમાં આ સુનામીના કારણે નંબર વન પદ માટે બર્નાર્ડ અર્નોલ્ટ અને ઈલોન મસ્ક વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. જોકે, મસ્કની નેટવર્થમાં 2.22 અબજ ડોલર એટલે કેરૂ. 18,379 કરોડનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 180 અબજ ડોલર પર આવી ગઈ છે. તદઉપરાંત બે ટોચના અબજોપતિઓ વચ્ચે મિલકતનું અંતર ઘટીને માત્ર 12 અબજ ડોલર રહી ગયું છે. નુકસાન સહન કરનારા અન્ય અબજોપતિઓની વાત કરીએ તો બિલ ગેટ્સે 1.02 અબજ ડૉલર, વોરેન બફેટને 2.19 અબજ ડૉલર, લેરી એલિસનને 2.90 અબજ ડૉલર અને લેરી પેજને છેલ્લા 24 કલાકમાં 1.95 અબજ ડૉલરનું નુકસાન થયું છે.

આ ધનિકોની સંપત્તિમાં પણ ઘટાડો

સંપત્તિ ગુમાવનારા અમીર લોકોની યાદી અહીં સમાપ્ત થતી નથી. આમાં આગળનું નામ સ્ટીવ બાલ્મરનું છે, જેમની નેટવર્થમાં 1.89 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. સર્ગેઈ બ્રિનને 1.86 અબજ ડૉલરનું નુકસાન, લાંબા સમય બાદ ટોપ-10માં પ્રવેશેલા ફેસબુકના માર્ક ઝકરબર્ગને 554 મિલિયન ડૉલરનું નુકસાન થયું છે. આ યાદીમાં કાર્લોસ સ્લિમ હેલુ, ફ્રાન્કોઈસ બેટનકોર્ટ, અમાનીકો ઓર્ટિગા, જિમ વોલ્ટન, રોવ વોલ્ટન જેવા મોટા નામો પણ સામેલ છે.

ટોપ-20માં અદાણી-અંબાણીની સંપત્તિ વધી

જો દુનિયાના ટોપ-20 અમીરોની વાત કરીએ તો તેમાંથી માત્ર ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં વધારો નોંધાયો છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 4.38 અબજ ડૉલર વધીને 64.2 અબજ ડૉલર થઈ ગઈ છે અને તેઓ અમીરોની યાદીમાં 5 સ્થાનની છલાંગ લગાવીને 18માં સ્થાને પહોંચી ગયા છે. તો બીજી તરફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (મુકેશ અંબાણી નેટ વર્થ)ની નેટવર્થ 5.49 મિલિયન ડૉલરના વધારા સાથે 84.1 અબજ ડૉલર થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્વના 13માં સૌથી અમીર વ્યક્તિ છે.