×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેલ્લાં 24 કલાકમાં 6000થી વધુ કેસ 14ના મૃત્યું : કેન્દ્રીય આરોગ્ય વિભાગ


- કોરોના કાળોતરો ફરી ફૂંફાડા મારે છે

- છેલ્લા કેટલાએ દિવસેથી કોવિદ કેસોમાં સતત વધારો થયો છે : કુલ 5,30,943ના મૃત્યુ થયા છે

- કુલ કેસ 4,47,47,104

નવી દિલ્હી : શુક્રવારે દેશમાં ૬,૦૫૦ નવા કોવિદ-૧૯ના કેસ નોંધાયા છે. ૧૪ મૃત્યુ પણ એક દિવસમાં નોંધાયા છે. આ આંક ગઈકાલના આંક કરતાં ૧૩ ટકા વધ્યો છે. આ સાથે સમગ્ર ભારતમાં ૫,૩૦,૯૪૩ મૃત્યુ કોવિદને લીધે થયાં છે. (કેટલાક દૂર દૂરના વિસ્તારોમાં કોઈ કોઈ ન નોંધાયેલા મૃત્યુ થવા સંભવ છે).

આ સાથે દેશભરમાં 'કોવિદ-ભય' ફેલાઈ રહ્યો છે. કારણ કે રોજેરોજ વધુને વધુ કેસો નોંધાતા જાય છે.

આ પૂર્વે એમ માનવામાં આવતું હતું કે દેશમાં કોવિદ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. પરંતુ ઋતુમાં પરિવર્તન આવવાથી અચાનક જ કોવિદ કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં આઠ સપ્તાહથી તેમાં એક ધાર્યો વધારો દેખાય છે.

શુક્રવારે કોવિદના ૬,૦૫૦ નવા કેસો નોંધાયા હતા. આ પૂર્વે ગુરૂવારે ૫,૩૩૫ નવા કેસો નોંધાયા હતા. તે દિવસે ૬ મૃત્યુ નોંધાયા હતા. આ રીતે જોતાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૫ નવા કેસ નોંધાયા હતા. જે ગઈકાલના પ્રમાણમાં ૧૪ ટકા વધુ છે. હવે ૩૧ માર્ચ સુધીનો કોવિદનો ગ્રાફ જોઈએ.

૧. ૭, એપ્રિલ : ૬,૦૫૦ નવા કેસ : ૧૪ના મૃત્યું.

૨. ૬, એપ્રિલ : ૫,૩૩૫ નવા કેસ : ૬ના મૃત્યુ.

૩. ૫, એપ્રિલ : ૪,૪૩૫ નવા કેસ : ૧૧ના મૃત્યુ.

૪. ૪, એપ્રિલ : મંગળવાર ૩,૦૩૮ નવા કોરોના કેસ ૭ના મૃત્યુ

૫. ૩, એપ્રિલ : સોમવાર, ૩૬૪૧ નવા કેસ ૧૧ના મૃત્યુ

૬. ૨, એપ્રિલ : રવિવાર, ૩,૮૨૪ નવા કેસ ૪ના મૃત્યુ

૭. ૧ એપ્રિલ : શનિવાર, ૨,૯૯૪ નવા કેસ ૯ના મૃત્યુ

૮. ૩૧ માર્ચ : શુક્રવાર, ૩,૦૯૫ નવા કેસ ૫ના મૃત્યુ

આ માહિતી આપતા કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય જણાવે છે કે, ૨ એપ્રિલ અને શુક્રવારે ૬,૦૫૦ નવા કોરોના કેસો નોંધાયા હતા, અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ મૃત્યુ પણ નોંધાયા હતા. તેમ છતાં સામી બાજુએ ૨૪ કલાકમાં ૨૭૧૬ લોકો કોરોનાને પરાજિત કરી સાજા પણ થયા છે. પરંતુ એક્ટિવ કેસમાં થયેલો વધારો ચિંતાજનક છે. શુક્રવારે ૨૮,૩૦૩ નવા એક્ટિવ કેસ નોંધાયા છે, તે રીતે જોતાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં પણ ૩,૩૨૦નો વધારો નોંધાયો છે.

ચિંતાજનક વાત તે છે કે દેશમાં કુલ ૪,૪૭,૪૫,૧૦૪ કોવિદ કેસ નોંધાયા છે, તે સામે ૪,૪૧,૮૫,૮૫૮ લોકો સાજા પણ થયા છે, પરંતુ સાજા થનારા કરતાં કોવિદથી સંક્રમિત લોકોની સંખ્યા આશરે ૬ લાખ જેટલી વધુ છે. તે સૌથી વધુ ચિંતાજનક છે સાથે હજી અહીંના રહેલા કેસો પણ ચિંતા ઉપજાવે છે.