×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છૂટાછેડા પછી વિદેશી નાગરિકનો ઓસીઆઇ દરજજો ચાલુ રહી શકે નહીં

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯ભારતીય નાગરિકો સાથે લગ્ન કરવા બદલ ઓસીઆઇ કાર્ડહોલ્ડર ધરાવતા વિદેશીઓના છૂટાછેડા થઇ જાય તો તેમને મળેલ આ દરજ્જો ચાલુ રહી ન શકે તેમ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું.ભારતીય નાગરિક સાથેના લગ્ન સમાપ્ત થઇ ગયા પછી બેલ્જિયમની મહિલાનોે ઓસીઆઇ કાર્ડ પરત લેવાના બેલ્જિયમ સ્થિત ભારતીય દૂતાવાસના નિર્ણયનો ભારતીય ગૃહ મંત્રાલયે હાઇકોર્ટમાં બચાવ કર્યો હતો. મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં ભારતના સિટિઝનશીપ એક્ટની કલમ ૭ડી(એફ)ને હાઇકોર્ટમાં પડકારી હતી. આ જોગવાઇ હેઠળ ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વિદેશી નાગરિકને મળેલ ઓસીઆઇ કાર્ડહોલ્ડર જો તેમના છૂટાછેડા થાય તો પરત લઇ લેવામાં આવે છે. ભારતીય ગૃહ મંત્રાલયે હાઇકોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે બેલ્જિયમ દૂતાવાસે લીધેલ નિર્ણય સિટિઝનશીપ એક્ટની કલમ ૭ડી(એફ) અનુસાર યોગ્ય છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર  બેલ્જિયમ સ્થિત ભારતીય દૂતાવાસ ે ૨૧ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ મહિલાને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન(પીઆઇઓ) કાર્ડ ઇશ્યુ કર્યો હતો.