×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છત્તીસગઢમાં દુર્ગા વિસર્જન જુલૂસ પર કાર ચડાવાઇ : 4નાં મોત, 20 ઘાયલ


પુર ઝડપે આવી રહેલી કારે અનેક યાત્રાળુઓને ફંગોળ્યા, વીડિયો વાઇરલ

કારમાં એક ક્વિન્ટલ ગાંજો હતો, કાર સવારોને ટોળાએ ઢોર માર મારીને કાર સળગાવી દીધી, ગુસ્સે ભરાયેલા ટોળાનો ચક્કાજામ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ : પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ 

છત્તીસગઢમાં ડ્રગ માફિયા બેફામ, મૃતકોના પરિવારને 50 લાખની સહાય આપવામા આવે : પૂર્વ સીએમ રમણસિંહ

આરોપીને બક્ષવામાં નહીં આવે, પોલીસ અધિકારીઓ પણ ઘટના માટે જવાબદાર : સીએમ બઘેલ

જશપુર : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાથી ચારના મોત નિપજ્યા હતા અને એક પત્રકારે પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે છત્તીસગઢમાં દુર્ગા વિસર્જન માટે જઇ રહેલા લોકો પર કાર ચડાવી દેવામાં આવી હતી.

જેને પગલે ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 20થી પણ વધુ લોકો આ ઘટનામાં ઘવાયા હતા. કારમાં એક ક્વિંટલ જેટલો ગાંજો ભરેલો હતો. અને કાર ચાલકોએ પણ નશો કર્યો હોવાના અહેવાલો છે. ઘાયલોને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. જેમાંથી કેટલાકની સિૃથતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

આ ઘટના બાદ લોકોમાં ગુસ્સો ફુટી નિકળ્યો હતો અને કારમાં ભારે તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. સાથે જ કારના ડ્રાઇવરને લોકોએ ઢોર માર માર્યો હતો. સૃથાનિક પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટી પડયા હતા અને ઘેરાવ કર્યો હતો.

 કારમાં ગેરકાયદે ગાંજાની તસ્કરી થઇ રહી હતી અને કાર પુર ઝડપથી જઇ રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને એસપી ઘટના સૃથળે દોડી ગયા હતા. સમગ્ર ઘટના બાદ એક એએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યારે પોલીસ સ્ટેશન અિધકારીને લાઇન અટેચ કરી દેવાયા છે. કાર સવાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના છત્તીસગઢના જશપુરના પતૃથલ ગામની છે. અહીં લોકો દશેરા પર દુર્ગા મુર્તીનું વિસર્જન કરવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન જ ભારે ઝડપ સાથે કાર તેમના પર ચડાવી દેવાઇ હતી. જેને પગલે અફરા તફરી મચી ગઇ હતી. ચાર લોકોના સૃથળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે સૃથાનિકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. 

આ સમગ્ર ઘટનાને અંજામ આપનારા બન્ને શખ્સો મધ્ય પ્રદેશના સિંગરૌલીના રહેવાસી છે. આરોપીઓમાંથી એકનું નામ 21 વર્ષીય બબલૂ વિશ્વકર્મા છે. જ્યારે બીજા આરોપીનું નામ 26 વર્ષીય શિશુુપાલ સાહૂ છે. ઘટના બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર તેમજ પ્રશાસન પર ગુસ્સો ઠાલવ્યો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેષ બઘેલે પણ સમગ્ર ઘટના બાદ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જશપુરની ઘટના બહુ જ દુ:ખદ છે. 

દોષિયોંને તુરંત જ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે પોલીસકર્મીઓ આ સમગ્ર ઘટના માટે જવાબદાર છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કોઇને પણ છોડવામાં નહીં આવે. દરેક સાથે ન્યાય થશે.

ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે. પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંહે પણ સમગ્ર ઘટનાને વીડિયો જાહેર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે છત્તીસગઢમાં ડ્રગ્સ માફિયાઓ માથુ ઉચકી રહ્યા છે. ધાર્મિક જુલુસ કાઢનારાઓને આ જ રીતે કચડી નાખવામાં આવી રહ્યા છે. જશપુરના એસપીને તાત્કાલીક હટાવવા જોઇએ.

સાથે જ મૃતકોના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય આપવામા આવે.  ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં યાત્રાળુઓ મુર્તી વિસર્જન માટે જઇ રહ્યા છે. એવામાં પાછળથી પુર ઝડપે કાર આવતા અનેક લોકોને અડફેટે લે છે જ્યારે કેટલાકને કચડી નાખવામાં આવે છે. અનેક લોકો કારથી ફંગોળાઇ છે અને દુર સુધી ફેકાય છે.