×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છટણી વચ્ચે ગૂગલની મોટાપાયે કોસ્ટ કટિંગની તૈયારી, કર્મીઓને અપાતા અઢળક લાભો પર કાતર ફેરવશે

Image : Pixabay

અમદાવાદ, 02 એપ્રિલ 2023, રવિવાર

ટેક જાયન્ટ ગૂગલના કર્મચારીઓ માટે આવનારો મહિનો મુશ્કેલ બની શકે છે. ગૂગલના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર રૂથ પોરાટના લીક થયેલા મેમોથી જાણવા મળ્યું છે કે ગૂગલ ખર્ચ ઘટાડવાના કેટલાક પગલાં લેવા જઈ રહ્યું છે. ગૂગલ વૈશ્વિક સ્તરે 3 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ આગામી મહિનાઓમાં આ પગલું ભરવા જઈ રહ્યું છે. પોરાટ દ્વારા 31 માર્ચે ગૂગલના કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં જાણ કરવામાં આવી હતી કે ખર્ચ ઘટાડવાના અભિયાનના ભાગરૂપે કંપની સંખ્યાબંધ લાભો ઘટાડશે.

મેમોમાં શુ કહેવામાં આવ્યુ?

ગૂગલ તેના કેટલાક માઇક્રો કિચનને બંધ કરશે. આ તે માઈક્રો રસોડું છે જ્યાં કર્મચારીઓને મફત નાસ્તો અને પીણાં મળે છે. આ ઉપરાંત જ્યારે ઓછા લોકોની હાજરી હશે ત્યારે કેમ્પસ પરના કેટલાક કાફે આ દિવસોમાં બંધ થઈ શકે છે. માઉન્ટેન વ્યૂ-હેડક્વાર્ટર ધરાવતી ફર્મે કહ્યું કે તે ખાદ્યપદાર્થોનો કચરો ઘટાડશે અને પર્યાવરણ માટે વધુ સારુ રહેશે. આ ઉપરાંત ફિટનેસ ક્લાસના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે અને કંપની દ્વારા આપવામાં આવતા સાધનો જેમ કે લેપટોપ પર ખર્ચ ઘટાડવામાં આવશે. આ મેમોમાં જણાવવામાં આવ્યુ હતું કે જ્યારે સાધનો માટેનો ખર્ચ કંપની માટે નોંધપાત્ર ખર્ચ છે આમાં ઘટાડો કરીને અમે અહીં અર્થપૂર્ણ બચત કરી શકીશું.

ગૂગલનું નિવેદન

ગૂગલે એક નિવેદનમાં ફેરફારોની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે અમારો ધ્યેય ગતિ અને કાર્યક્ષમતા દ્વારા કાયમી પરિવર્તન લાવવાનો છે. તેથી જ અમે અગ્રણી ઉદ્યોગોમાં મળતી સુવિધાઓ, લાભો અને વિશેષ ઓફર કરવાનું ચાલુ રાખીને અમારા સંસાધનોનો જવાબદાર કારભારીઓ રહેવામાં મદદ કરવા માટે કેટલાક વ્યવહારુ ફેરફારો કરી રહ્યા છીએ.