×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચોમાસુ સત્ર: સંસદ સુધી વિપક્ષની સાઈકલ માર્ચ, રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, મનોજ ઝા સામેલ


નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2021 મંગળવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મંગળવારે વિપક્ષી પાર્ટીઓએ સંસદ સુધી સાઈકલ માર્ચ કાઢી. સંસદમાં સરકારે પેગાસસ મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કુલ 14 વિપક્ષી દળ સામેલ થયા હતા. બેઠકની અધ્યક્ષતા રાહુલ ગાંધીએ કરી. 

કૉન્સ્ટીટ્યુશન ક્લબમાં આ મહામીટિંગ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સાઈકલ સંભાળી અને સંસદ સુધી માર્ચ કાઢી. કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, કાર્તિ ચિદમ્બરમ, ગૌરવ ગોગોઈ સહિત અન્ય નેતા આ માર્ચમાં જોવા મળ્યા.

રાજદ તરફથી મનોજ ઝા એ પણ સાઈકલ ચલાવી. મનોજ ઝા એ કહ્યુ કે વિપક્ષની સમૂહ બેઠકમાં કેટલાક વિષયો પર ચર્ચા થઈ, સમગ્ર વિપક્ષ એકત્ર છે અને સરકારને ઘેરવા માટે તૈયાર છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વિપક્ષી દળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં લગભગ 14 રાજકીય દળના નેતા સામેલ થયા જ્યારે આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીએ આ મીટિંગમાંથી દૂર થયા.

બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આપણે સૌએ એકત્ર થવુ પડશે અને ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ અવાજ બુલંદ કરવી પડશે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળના નેતા સંસદમાં પેગાસસ જાસૂસી વિવાદના મુદ્દે સંસદમાં ચર્ચા ઈચ્છે છે.