×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલનો ભાવ ફરીથી રૂ. 100ને પાર


- સળંગ ચોથા દિવસે ભાવ વધ્યા : પેટ્રોલ 29 પૈસા અને ડીઝલ 31 પૈસા મોંઘું

- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 102.15 અને મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં રૂ. 101.86એ પહોંચ્યું

- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 91.27 અને ડીઝલનો ભાવ રૂ. 81.73 : મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. 97.61 અને ડીઝલનો ભાવ રૂ. 88.82

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૮ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં કોઇ ફેરફાર ન કર્યા પછી આજે સળંગ ચોથા દિવસે  પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. જેના પગલે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૨ની સપાટીએ પહોંચી ગયો હતો. 

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલના ભાવમાં ૨૯ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૯૧.૨૭ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને ૮૧.૭૩ રૂપિયા થઇ ગયો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૨.૧૫ રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૭.૬૧ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૮૮.૮૨ રૂપિયા થઇ ગયો છે. 

મધ્ય પ્રદેશના અનુપ્પુરમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૧૦૧.૮૬ રૂપિયા થઇ ગયો છે. જ્યારે મહારાષ્ટ્રના પરભાનીમાં પેટ્રોલનો ભાવ વધીને ૯૯.૯૫ રૂપિયા થઇ ગયો છે. બ્રાન્ડેડ પેટ્રોલના ભાવ આનાથી પણ વધુ થઇ ગયા છે. શ્રીગંગાનગરમાં પ્રિમિયમ પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનુક્રમે ૧૦૫.૪૩ રૂપિયા અને ૯૪.૩૮ રૂપિયા થઇ ગયો છે. 

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે બીજી વખત દેશના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલાનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો છે. આ અગાઉ ફેબ્રુઆરીના મધ્યમાં પણ કેટલાક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે વિવિધ રાજ્યોમાં વેટનો દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભિન્ન જોવા મળી રહ્યાં છે. ૧૮ દિવસના વિરામ પછી સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં કુલ ૮૮ પૈસા અને ડીઝલના ભાવમાં કુલ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

ગયા વર્ષના માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં કુલ ૨૧.૫૮ રૂપિયા અને ડીઝલમાં કુલ ૧૯.૧૮ રૂપિયાનો વધારો થયો છે. ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે તેમને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને ૭૦ ડોલર થઇ ગયો છે. 

ઉલ્લેખનીય છે કે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૨.૯૦ રૂપિયા કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયુટી હોય છે. જ્યારે એક લિટર ડીઝલના ભાવમાં ૩૧.૮૦ રૂપિયા કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયુટી હોય છે. 

ગુજરાતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ

ડીઝલ

અમદાવાદ

રૂ. ૮૮.૩૪

રૂ.૮૭.૯૭

વડોદરા

રૂ. ૮૭.૯૩

રૂ. ૮૭.૫૬

સુરત

રૂ. ૮૮.૨૦

રૂ. ૮૭.૮૭

રાજકોટ

રૂ. ૮૮.૦૭

રૂ. ૮૭.૭૩