×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચુંટણી બાદ પશ્ચિમ બંગાળમાં લગાવવામાં આવ્યા કડક નિયંત્રણો, જાણો શું બંધ રહેશે

કોલકાત્તા, 30 એપ્રિલ 2021 શુક્રવાર

કોરોના વાયરસનાં વધી રહેલા કેસને જોતા પશ્ચિમ બંગાળ સરકારે શુક્રવારે કોરોના નિયંત્રણો વધુ કડક બનાવી દીધા છે, બંગાળ સરકારે શોપિંગ કોમ્પ્લેક્સ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, જીમ અને સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે, ત્યાં જ બજારો અને હાટોને સવારે 7-10 અને સાંજે 3-5 વાગ્યા સુધી ખોલવાની મંજુરી આપી દીધી છે.  

રાજ્યની દવાની દુકાનો, તબીબી ઉપકરણોની દુકાનો અને કરિયાણાની દુકાનોને બંગાળ સરકારે કોવિડ-19 સંબંધી નિયંત્રણોથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે, તે ઉપરાંત ઘરમાં જ ચીજો પહોંચાડવાની મંજુરી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે કોરોના વાયરસને કારણે એક જ દિવસમાં મહત્તમ 89 લોકોના મોત થઇ ગયા, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 11,248 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17403 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી, કુલ કેસ 810955 પર પહોંચી ગયા છે.