×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીન LACમાં ઘુસણખોરી કરશે તો રશિયા બચાવવા નહિ આવે: અમેરિકાની ચેતવણી


નવી દિલ્હી,1 એપ્રિલ 2022,શુક્રવાર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતનું તટસ્થ અને પોતાના ફાયદાનું વલણ અનેક દેશોને ખટકી રહ્યું છે અને ખાસ કરીને રશિયાના કટ્ટર દુશ્મન બનેલા અમેરિકાને ભારતની આ નીતિ ખટકી રહી છે.

અમેરિકાએ ગુરુવારે ભારતને ચેતવણી રશિયા સાથેની મિત્રતા અંતે આડતકતરી ચેતવણી આપતા કહ્યું કે જે દેશો રશિયા વિરુદ્ધ અમેરિકના પ્રતિબંધોમાં રોક ટોક સર્જશે તેમણે પરિણામો માટે તૈયાર રહેવું પડશે.

અમેરિકાના ટોચના અધિકારીએ એમ પણ કહ્યું કે, તેઓ રશિયાથી ભારતની એનર્જી અને અન્ય ચીજવસ્તુઓની આયાતમાં 'તીવ્ર' વધારો જોવા માંગતા નથી. યુએસના ઉપ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (Deputy NSA) દલીપ સિંહે પણ મોસ્કો અને બેઇજિંગ વચ્ચેની "અમર્યાદિત" ભાગીદારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, “ભારતે એવી અપેક્ષા પણ ન કરવી જોઇએ કે જો ચીન LACનું ઉલ્લંઘન કરશે, તો રશિયા ભારતના રક્ષણ માટે આવશે.


આજ દિન સુધી ભારતની દરેક સરહદી અને અન્ય મામલે અમેરિકાએ ભારતનો સાથ આપ્યો છે અને આજની આ રશિયાની યુક્રેન આક્રમણની નીતિ પર આગળ આવીને વિરોધ કરવો જોઈએ, રશિયાને મદદ મળે તેવા કોઈ પગલાં ભારતે ન લેવા જોઈએ.