×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીને LAC પર સીમા કરાર તોડીને સેના મોકલી, એકતરફી બદલાવની કોશિષ કરીઃ વિદેશ મંત્રી

 

નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2023 મંગળવાર

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં ભારતીય સમુદાયને સંબોધીત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ચીને સરહદ મુદ્દે ભારત સાથે થયેલા કરારોનું પાલન નથી કર્યું. LAC પર એકતરફી બદલાવની કોશિષ કરી છે. જેના લીધે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સરહદી ક્ષેત્રોમાં મોટા પાયે સુરક્ષા દળો નહીં રાખવા કરાર થયેલા છે.  જેનું ચીને પાલન નથી કર્યું. બંને દેશો વચ્ચે એલએસીને એક તરફી નહીં બદલવાનો કરાર હતો. જેને ચીને એકતરફી બદલવાની કોશિષ કરી છે.  

આજે સેટેલાઈટ ઈમેજ વધુ ક્લિયર છે
તેમણે કહ્યું કે, આજે સેટેલાઈટ ઈમેજ વધુ ક્લિયર છે. જો આપણે જોઇએ તો સરહદી વિસ્તારોમાં સેનાને સૌથી પહેલા કોણે મોકલી તો મને લાગે છે કે રેકોર્ડ ખુબજ સ્પષ્ટ છે. ભારતીય સેના પ્રમાણે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક એલએસી પર ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષોના જવાનોને ઈજાઓ થઈ હતી. 

સીમા વિવાદને ઉકેલવા 17 વખત વાતચીત થઈ 
જૂન 2020માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે આ પહેલી અથડામણ હતી. બંને દેશો વચ્ચે સીમા વિવાદને ઉકેલવા 17 વખત વાતચીત થઈ ચૂકી છે.  જયશંકર બે દેશોની યાત્રાના બીજા તબક્કામાં સાઈપ્રસથી  ઓસ્ટ્રિયા પહોંચ્યા હતાં. આ છેલ્લા 27 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રિયાની પહેલી વિદેશ મંત્રી સ્તરની યાત્રા છે. તે 2023માં બંને દેશો વચ્ચે રાજનાયિક સંબંધોના 75 વર્ષ થવાની પૃષ્ટભુમીમાં થઈ છે. 

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ઝાટકણી
સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપતા જયશંકરે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાંટકણી કાઢી છે. ત્યારે આ અંગે તેમણે કહ્યુ હતુ કે દુનિયાએ આતંકવાદને લઈને ચિંતિત થવાની જરુર છે. પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર કહેતા જયશંકરે ઑસ્ટ્રિયાના રાષ્ટ્રીય પ્રસારક ORFને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે યુરોપિયન દેશોની ટીકા કરી કે દાયકાઓથી ચાલી રહેલા આતંકવાદની નિંદા કરી હતી.