×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીની સૈનિકોની દાદાગીરી, લદ્દાખના ડેમચોકમાં ભારતીય ગોવાળિયાને રોક્યા


નવી દિલ્હી, તા. 29 ઓગસ્ટ 2022 સોમવાર

ભારત-ચીન સરહદ પર ચીની સૈનિકોની દાદાગીરી જોવા મળી છે. ચીની સૈનિકોએ લદ્દાખના ડેમચોકમાં ભારતીય ગોવાળિયાઓને રોક્યા છે. 

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ કે ચીની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ડેમચોકમાં સીએનએન જંક્શન પર સેડલ નજીક ભારતીય પશુપાલકોની હાજરી પર વાંધો ઉઠાવ્યો છે. 

આ ઘટના બાદ ભારતીય સેનાના કમાન્ડરો અને ચીની સૈનિકો વચ્ચે આ મુદ્દાને ઉકેલવા માટે અમુક બેઠકો પણ થઈ છે. અગાઉ 21 ઓગસ્ટે પણ લદ્દાખના ડેમચોકમાં ચીની સેનાએ ભારતીય ગોવાળિયાઓને રોક્યા હતા. 


અધિકારીએ કહ્યુ કે ગોવાળિયાઓ સતત વિસ્તારમાં આવતા રહે છે અને 2019માં પણ સામાન્ય મારામારી થઈ હતી. તેમણે કહ્યુ આ વખતે જ્યારે પશુપાલકો પશુઓ સાથે ગયા તો ચીનીઓએ વાંધો વ્યક્ત કર્યો કે આ તેમનો વિસ્તાર છે. આ મુદ્દાને ચીનાઓની સાથે ઉઠાવવામાં આવ્યો હતો. 

એક રક્ષા સૂત્રએ જણાવ્યુ કે બંને સેનાઓ વચ્ચે કોઈ સામનો થયો નથી. આ સ્થાનિક સ્તરે કમાન્ડો વચ્ચે મુદ્દાને ઉકેલવા અને LAC પર શાંતિ જાળવી રાખવા માટેની એક નિયમિત વાતચીત હતી. આ પ્રોટોકોલના ભાગ તરીકે એલએસી સાથે નિયમિત થતી રહે છે. 

બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ  

એક અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને ચીન એપ્રિલ 2020થી આ વિસ્તારમાં છે. સેક્ટરના અમુક વિસ્તાર 15 જૂન 2020એ ગાલવાનની ઘટના બાદ 'નો પેટ્રોલિંગ ઝોન' બની ગયા છે. અમુક ચીની સૈનિકોની સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય શહીદ થઈ ગયા હતા. ભારતીય અને ચીની સૈનિક બે વર્ષ કરતા વધારે સમયથી પૂર્વ લદ્દાખમાં LAC સાથે અમુક સ્થળોએ તૈનાત છે જ્યાં રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાટાઘાટોના કેટલાક રાઉન્ડના કારણે કેટલાક મુદ્દાઓ પર મડાગાંઠ ઘટ્યો છે.