×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીની સેનાએ ફિંગર 4 પરથી પોતાના બોરિયા બિસ્તરા બાંધ્યા, જુઓ તસવીરો…..

- ચીની સૈનિકોએ મિસલાઇલ બેઝ અને બંકર્સ દૂર કર્યા

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

એશિયાની બે મહાસત્તા વચ્ચે છેલ્લા 10 મહિના કરતા પણ વધારે સમયથી સરહદી તણાવ ચાલતો હતો. લદ્દાખની અંદર ભારત અને ચીની સેના આમને સામને હતી. લદ્દાખના પૈંગોંગ તળાવ પર તણાવની આ સ્થિતિ હતી. ત્યારે બંને દેશો વચ્ચે ડિસઇંગેજમેન્ટની થયેલી સમજૂતી પ્રમાણે ચીની સેના ફિંગર 4 પાસેથી પીછેહઠ કરી રહી છે.

આવનારા કેટલાક દિવસોની અંદર ચીની સેના સંપૂર્ણ રીતે આ વિસ્તાર ખાલી કરી દેશે. ભારતીય સેનાએ આ ડિસઇંગેજમેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ચીની સેના પરત ફરતી જોઇ શકાય છે.

આ વીડિયોની અંદર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે ચીની સૈનિકો પથ્થરો વડે બનેલા પોતાના અસ્થાયી બંકરોને તોડી રહ્યા છે. સાથે જ બંકરની છત પર રહેલી પોલિથિનની ચાદર પણ હટાવી રહ્યા છે. કેટલાક સૈનિકો જનરેટર સહિતનો સામાન લઇને જઇ રહ્યા છે.

આ સિવાય મોટી સંખ્યામાં ચીની સૈનિકો સામાન સાથે પોતાના બેરેકમાં પરત ફરી રહ્યા છે. જાણકારી પ્રમાણે છેલ્લા નવ મહિનાથી આ વિસ્તારમાં તહેનાત કરાયેલા ચીની સૈનિકો હવે સિરિજેપ અને ખુરનાક ફોર્ટ તરફ પાછા જઇ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિંગર એરિયામાં હવે ચીની સૈનિકોના ગણતરીના ટેંટ અને બંકરો રહ્યા છે. જેને આવનારા કેટલાક દિવસોમાં તોડી નંખાશે. કારણ કે બંને દેશ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે એક અઠવાડિયાની અંદર ફિંગર એરિયા ખાલી કરવાનો છે. 

ભારતીય સેનાએ મોબાઇલ અને ડ્રોનની મદદથી આ વીડિયો બનાવ્યો છે. કારણ કે ડિસઇંગેજમેન્ટ સમજૂતીમાં સ્પષ્ટ થયું છે કે જે પણ પ્રકિયા થશએ તેને વેરિફાઇ એટલે કે ચકાસવામાં આવશે. 

આ સિવાય વીડિયોમાં ચીની સેનાના ટ્રક અને ટેન્ક પણ પાછા ફરતા જોઇ શકાય છે. ટ્રકોની અંદર ચીની સેના માટે હથિયાર અને દારુગોળઓ ભરેલો હોય છે.  આ સિવાય ફિંગર એરિયામાં ચીની સેનાની એક હોસ્પિટલ પણ હતી, તેને પઠણ દૂર કરવામાં આવી છે. ચીની સેનાએ પોતાના હેલિપેડને પણ તોડી નાંખ્યું છે.