×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનને ઝટકો આપવા મોદી સરકાર લઈ શકે છે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય


- આ પગલું આત્મનિર્ભરતાને આગળ વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

આ બાબતથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, બજેટ આત્મનિર્ભર ભારત ની તેની વ્યૂહરચના "પ્રમાણબધ્ધ " રીતને અનુસરીને વિવિધ ટેરિફ અને નોન-ટેરિફ પગલાં દ્વારા ચીનથી ભારતની આયાત નિર્ભરતા ઘટાડવાનાં પગલાંની જાહેરાત કરી શકે છે. તેથી જ સરકાર દ્વારા એફવાય24 બજેટમાં ચીનની આયાત પર નિયંત્રણ લાદે તેવી શક્યતા છે. જો તેમ થશે તો આ પગલું આત્મનિર્ભરતાને આગળ વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ બની રહેશે.

ચીન માટે આ કોઈ સર્જીકલ સ્ટ્રાઈકથી ઓછું નહીં હોય , કારણકે ભારત એ ચીનના સમાન માટે મોટું બજાર છે. જો કે , ભારત તેના પાડોશી દેશોમાંથી કાચો માલ આયાત કરવાનું ચાલુ રાખશે. ભારતીય કંપનીઓ અને સરકારી વિભાગોએ અત્યાર સુધીમાં 100 થી વધુ ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં પોલિએસ્ટર યાર્ન , ઓપ્ટિકલ ફાઈબર ,સોલાર સેલ ,વિનાઇલ ટાઇલ્સ ,સેકરિન ,આઈ લેન્સ ,વિવિધ સ્ટીલની વસ્તુઓ, રસાયણો, સિરામિક્સ, ટેબસ લવેર ,રસોડાના વાસણો ,કાચના વાસણો, એલ્યુમિનિયમ ફોઈલનો સમાવેશ થાય છે.