×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની બેંકે લોકોને પૈસા આપવાની પાડી દીધી ના, બેંક બહાર વધારાઈ સુરક્ષા


- ચીનના હેનાન પ્રાંતમાં આવેલી અનેક નાની બેંક જેમની સંયુક્ત સંપત્તિ 6 અબજ ડોલર (40 અબજ યુઆન) તથા આશરે 4 લાખ ગ્રાહકો હતા તે બેંકોએ એપ્રિલ મહિનામાં દેવાળુ ફુંક્યુ છે

નવી દિલ્હી, તા. 22 જુલાઈ 2022, શુક્રવાર

ચીનનું અર્થતંત્ર એ સ્થિતિએ પહોંચ્યું છે કે, તે કોઈ પણ સમયે ધ્વસ્ત થઈ શકે છે. ચીનની બેન્કિંગ સિસ્ટમની સ્થિતિ એ હદે દયનીય છે કે, હેનાન પ્રાંતમાં બેંક ઓફ ચાઈનાની શાખાની સુરક્ષા માટે સરકારે રસ્તાઓ પર ટેન્ક મુકવી પડી છે. બેંક દ્વારા લોકોના પૈસા પરત કરવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. આ કારણે છેલ્લા અનેક સપ્તાહથી પોલીસ અને લોકો વચ્ચે અથડામણ ચાલી રહી છે.  

ચીનના હેનાન પ્રાંતમાં આવેલી અનેક નાની બેંક જેમની સંયુક્ત સંપત્તિ 6 અબજ ડોલર (40 અબજ યુઆન) તથા આશરે 4 લાખ ગ્રાહકો હતા તે બેંકોએ એપ્રિલ મહિનામાં દેવાળુ ફુંક્યુ છે. તેનું મુખ્ય કારણ કુવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, કમજોર નિયમન તથા ખરાબ રિસ્ક મેનેજમેન્ટ છે. ચીનમાં આશરે 4,000 લઘુ અને મધ્યમ બેંકો આવેલી છે અને તેમની સ્થિતિ પણ હેનાન પ્રાંતની બેંકો જેવી થવાની શક્યતા છે. 

વિકાસ અટકી પડ્યો

ચીનમાં 2009 બાદ લોનના આધાર પર ગ્રોથની રણનીતિનો અમલ થઈ રહ્યો છે. આ કારણે આજે ચીનનું બેન્કિંગ સેક્ટર 264%ના દેવા-જીડીપીના રેશિયો પર આવી ગયું છે. છેલ્લા 2 વર્ષોમાં કોવિડના કારણે ચીનના વિકાસનું પૈડું ખૂબ જ મંદ પડી ગયું છે.