×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની નવી ચાલ : ભારત સામે ભૂટાનની જમીનનો ઉપયોગ, ભૂટાનમાં બે ગામ વસાવ્યા

- ચીન ઇચ્છે છે કે ભૂટાન તેમને સૈન્ય બેઝ માટે જગ્યા આપે, જ્યાંથી તેઓ ભારતનો સામનો કરી શકે

નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર

એક તરફ ભારત સમેત આખી દુનિયા અત્યારે કોરોના વાયરસના કહેરમાં સંપડાઇ છએ. ત્યારે આવા સમયે પણ ચીન પોતાની કરતૂતો ભુલતું નથી. ચીન 2015ના વર્ષથી ભૂટનની એક ઘાટીમાં રોડ, ઇમારતો અને સૈન્ય ચોકોનું નિર્માણ કરી રહ્યું છે. આતંરરાષ્ટ્રીય સ્તપ પર અને ઐતિહાસિક રીતે ભૂટાનની જમીન પર ચીનના સૈન્ય દ્વારા આ નિર્માણ કરવામાં આવ્યા છે. પોતાના આ નિર્માણ વડે ચીન નવી ચાલ રમી રહ્યું હોય તેમ લાગે છએ. ચીન હવે ભૂટાનની જમીનનો ઉપયોગ ભારત સામે કરવા માંગે છે.

ચીને 2015ના વર્ષમાં ઘોષણા કરી હતી કે તિબેટમાં તિબેટ સ્વાયત ક્ષેત્રના દક્ષીણમાં ગ્યાલફુગ ગામ વસાવ્યું છે. જો કો ગ્યાલફુગ એ ભૂટાનમાં આવેલું છે અને ચીની સેનાએ વધારે એક આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી છે. ભારત અને તેના પાડોશીઓને હિમાલયની સીમાથી દૂર કરવા માટે ચીન ઘણા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂટાનમાં ચીન દ્વારા જે નિર્ણાણ થયું છે તેના વડે ચીન પોતાને તિબેટના સીમાવર્તીય ક્ષેત્રમાં મજબૂત કરવા માંગે છે.

ફોરેન પલિસીમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે ચીન સરકાર ઇચ્છે છે કે ભૂટાન તેમને પોતાના સૈન્ય બેઝ માટે જગ્યા આપે, જ્યાંથી તેઓ ભારતનો સામનો કરી શકે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્માણ ભૂટાન સાથે ચીનની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. ઉપરાંત ભૂટાનિયો દ્વારા તેમની સીમામાં ઘૂસણખઓરીને લઇને દશકોથી થઇ રહેલા વિરોધને પણ અવગણવામાં આવ્યો છએ.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન ગ્યાલાફૂગ સિવાય બે અન્ય ગામ પર નજર ટેકવીને બેઠું છે. જેમાંથી એકનું નિર્માણ અત્યારે શરુ છે. જ્યાં ચીને 66 માઇલના રોડ, હાઇડ્રોપાવર સ્ટેશન, બે સીસીપી પ્રશાસનિક કેન્દ્ર, સિક્યોરીટી લાઇટ, સૈન્ય બેઝ વગેરે બનાવી લીધું છે.