×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનના 'પૈસા'ના ભરોસે તાલિબાન, કહ્યું- તે સમગ્ર વિશ્વના બજારો માટે અમારો PASS


- દેશમાં કોપરની ખાણો છે, જે ચીનની મદદથી ફરી આધુનિકીકરણ બાદ સંચાલિત થઈ શકે છેઃ જબીઉલ્લાહ

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

ચીનની મદદથી તાલિબાન અફઘાનિસ્તાનના આર્થિક સંકટનો સામનો કરવા પ્રયત્ન કરશે. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે આ વાત કરી હતી. ઈટાલીના એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી અને દેશ પર કબજા બાદ તાલિબાન મુખ્યરૂપથી ચીનથી મળતી મદદ પર નિર્ભર રહેશે. 

જબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, તાલિબાન ચીનની મદદથી અફઘાનિસ્તાનના આર્થિક સંકટમાંથી નીકળવાનો પ્રયત્ન કરશે. તાલિબાને 15મી ઓગષ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો હતો. ત્યાર બાદ અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. 

અન્ય દેશોએ અટકાવી આર્થિક મદદ

કાબુલ છોડવાની સાથે સાથે પશ્ચિમી દેશોએ અફઘાનિસ્તાનને આપવામાં આવી રહેલી આર્થિક મદદ પણ રોકી દીધી છે. તેવામાં હવે તાલિબાનને ચીનનો સહારો જ નજર આવી રહ્યો છે. જબીઉલ્લાહે જણાવ્યું કે, ચીન અમારૂ સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમારા માટે એક મૌલિક અને અસાધારણ અવસરનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં ચીન અફઘાનિસ્તાનમાં રોકાણ અને પુનર્નિર્માણ માટે તૈયાર છે. 

ચીન અમારા માટે PASS જેવું

જબીઉલ્લાહે જણાવ્યું કે, ન્યૂ સિલ્ક રોડ જે એક પાયાની પહેલ છે તેના દ્વારા ચીન વ્યાપાર માર્ગ ખોલીને પોતાનો વૈશ્વિક પ્રભાવ વધારવા માંગે છે. તેને તાલિબાન દ્વારા પ્રાથમિકતામાં રાખવામાં આવ્યું છે. દેશમાં કોપરની ખાણો છે, જે ચીનની મદદથી ફરી આધુનિકીકરણ બાદ સંચાલિત થઈ શકે છે. ચીન સમગ્ર વિશ્વના બજારો માટે અમારો PASS છે.