×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચિંતાજનક સમાચાર : દેશમાં ટ્રિપલ મ્યુટેંટ કોરોના વાયરસની એન્ટ્રી, મહારાષ્ટ્ર અને બંગાળમાં સૌથી વધારે અસર

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં અત્યારે કોરોના વાયરસ હાહાકાર મચાવા રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસો આવે છે અને રેકોર્ડ દર્દીઓના મોત થઇ રહ્યા છે. દેશની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે, ઓક્સિજનની અછત સર્જાઇ છે અને દવા મળતી નથી. દેશમાં બીજી લહેર આટલી ખતરનાક છે તેની પાછળ ડબલ મ્યુટેંટ વાયરસને જવાબદાર ગણવમાં આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વધારે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. દેશમાં હવે ટ્રિપલ મ્યુટેંટ કોરોના વાયરસની પણ એન્ટી થઇ છે.

વર્તમાન સમયે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. ત્યાં થયેલા જીનોમ સ્કેનિંગમાં આ વાત બહાર આવી છે કે, ત્યાં જેટલા કેસ આવ્યા છે તેમાંથી 60 ટકા લોકોમાં નવો કોરોના વાયરસ છે. આ નવા વાયરસનું નામ B.1.618 વેરિએંટ રાખવામાં આવ્યું છે. આ પહેલા ડબલ મ્યુટેંટ કોરોના વાયરસ આવ્યો હતો જેનું નામ B.1.617 રાખવામાં આવ્યું હતું. 

ટ્રિપલ મ્યુટેંટ કોરોના વાયરસમાં નવા જિનેટિક સેટ મળ્યા છે. ઉપરાંત તેમાં E484Kના અંશ પણ મળ્યા છે. ટ્રિપલ મ્યુટેંટ કોરોના વાયરસ કોઇના પણ સરીરની રોગપ્રતિકારક શક્તિને દગો આપી શકે છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વર્તમાન સમયે પશ્ચિમ બંગાળમાં પણ આ ટ્રિપલ મ્યુટેંટ કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ વાયરસના શરુઆતના સિકવન્સ મળ્યા છે. વર્તમાન સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે.

B.1.618 વેરિએંટ સાથે મળતા વાયરસ અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપુર અને ફિનલેન્ડમાં પણ મળ્યા છે. ટ્રિપલ મ્યુટેંટ વેરિએંટનું પહેલું સેમ્પલ ભારત બહાર અન્ય દેશમાં 22 એપ્રિલ 2020ના રોજ મળ્યું હતું. આ વેરિએંટ માટે જ્યારે પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ કરવામાં આવી તો 130 સેમ્પલમાંથી 129 સેમ્પલમાં આ નવો વેરિએંટ મળ્યો છે. દુનિયામાં ટ્રિપલ મ્યુટેંટ વેરિંએંટના કુલ દર્દીમાંથી 62.5 ટકા માત્ર ભારતમાં છે.