×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચક્રવાત યાસનો કહેર, બંગાળમાં 9 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા, કોલકાતા એરપોર્ટ બંધ

કોલકાત્તા, 25 મે 2021 મંગળવાર

ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત યાસ આગામી 24 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઇ જશે. યાસ બુધવારે બપોરે બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકશે. ચક્રવાત ટકરાયા બાદ લોકોને ભારે આફતથી બચવા સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે, ગૃહમંત્રાલયે ચક્રવાત યાસથી પ્રભાવિત તમામ રાજ્યોને ખાતરી આપી છે કે મંત્રાલય તેમની સહાય માટે 24 કલાક તૈયાર રહેશે. 

યાસ વાવાઝોડાનાં કારણે કોલકાતા એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને 26 મેના રોજ કોલકાતા એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સવારના 8.30 થી સાંજના 7.45 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વાવાઝોડા યાસને કારણે નૈહાટી અને હલિશહેરમાં 40 મકાનોને નુકસાન પહોંચ્યું છે. તેની અસરથી વીજ પોલને નુકસાન પહોંચ્યું છે અને વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા છે. રાજ્યનાં સમુદ્ર કિનારાનાં વિસ્તારોમાંથી 9 લાખથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આ દરમિયાન મમતા બેનર્જીએ તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે કોલકાતા ઉભા કરવામાં આવેલા ચક્રવાત યાસના કન્ટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.