×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળાં, છત્તીસગઢ નક્સલવાદી હુમલા પછી અમિત શાહે યોજી હાઇ લેવલ મિટિંગ

નવી દિલ્હી, 4 એપ્રિલ 2021 રવિવાર

ગૃહપ્રધાન અમિત શાહે છત્તીસગઢ નક્સલવાદી હુમલોના પગલે  ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી છે. ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડિરેક્ટર અરવિંદ કુમાર અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા. બીજાપુર એન્કાઉન્ટર ઘટનાં અંગે ગૃહપ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને આ બેઠક યોજાઇ. અત્રે ઉલ્લેખનિય છે કે નક્સલવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં 22 સુરક્ષા દળના જવાનોની શહીદીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાને રવિવારે આસામમાં ચૂંટણી પ્રચાર માટેનો પોતાનો પ્રવાસ અટકાવીને દિલ્હી પરત ફર્યા છે.

ગૃહ પ્રધાન એક દિવસની આસામની મુલાકાતે હતા અને તેઓ ભાજપ અને તેના સાથી પક્ષોના ઉમેદવારો માટે સરભોગ, ભવાનીપુર અને જલુકબાડી મત વિસ્તારોમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધીત કરવાના હતાં. આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન 6 એપ્રિલે છે. રાજ્યમાં મતદાનના પ્રથમ બે તબક્કાઓ 27 માર્ચ અને 1 એપ્રિલે પુરા થઇ ચુક્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે શાહે સરભોગ ખાતે સભાને સંબોધન કર્યું હતું, પરંતુ અન્ય બે સ્થળોએ તેમની બેઠકો રદ કરીને દિલ્હી પરત ફર્યા હતા.

શનિવારે, છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદે આવેલા જંગલમાં નક્સલીઓ સાથેની એન્કાઉન્ટરમાં પાંચ સુરક્ષા જવાન શહીદ થયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે એન્કાઉન્ટર બાદ ગુમ થયેલા 18 જવાનોમાંથી 17 ની લાશ મળી આવી હતી, ત્યાર આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વધારીને 22 કરી દીધી છે.

ગૃહ મંત્રાલયના એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે શાહે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ સાથે વાતચીત કરી હતી અને એન્કાઉન્ટર પછી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.