×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ તમામ ગુનામાં દોષિત, સજાનો ચૂકાદો આવતીકાલે


- સરકાર પક્ષ અને બચાવપક્ષની સજાના મુદ્દે આવતીકાલે તા.22 એપ્રિલ ના રોજ સુનાવણી હાથ ધરશે...સરકાર પક્ષે કેપીટલ પનીશમેન્ટની માંગ કરશે

સુરત,તા.21 એપ્રિલ 2022, ગુરુવાર

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીનની વિરૂધ્ધ સ્પીડી ટ્રાયલના અંતે આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો છે.

કામરેજ પાસોદરામાં ગઈ તા. 6 ફેબ્રુઆરી ના રોજ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ ગણતરીના કેસ કાર્યવાહી ની મુદતો બાદ આજે સ્પીડી ટ્રાયલ બાદ આજે કોર્ટે આરોપી ફેનીલ ગોયાણી ને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે.સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 105 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને પોતાનો કેસ નિ:શકપણે પુરવાર કરતાં કોર્ટે આરોપી ફેનિલને હત્યા,હત્યાના પ્રયાસ સહિત ના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને પૂછ્યું કે તમે એક નિ:સહાય યુવતિનો વધ કર્યો છે. તો કોર્ટ તમારો કલમથી વધ કેમ ન કરવો ?.તમને મૃત્યુ દંડની સજા કેમ ન કરવી ? આરોપીને પોતાના બચાવ માટેની પૂરતી તક આપી ..પરંતુ આરોપી ફેનિલ કંઈ ન કહ્યું.. માત્ર મૌન રહ્યો.

કોર્ટે બચાવ પક્ષના ગુનાના પંચનામા,તપાસ અધિકારી એક જ સમયે અલગ અલગ સ્થળની હાજરીના ટાઈમિંગ ના મુદ્દે ઉઠાવેલા વાધાને નકારી છે...ઈજા ગ્રસ્ત સાક્ષી ની જુબાની વાત નકારી કાઢી છે... બચાવપક્ષની લેખિત દલીલોને પણ નકારી છે. બચાવ પક્ષના ટ્યૂટર સાક્ષી ની દલીલ ને નકારી કાઢી છે.. બે વિડીયો કલીપને કોર્ટે ધ્યાનમા રાખીને ભોખમગ બનનાર મરી ન જાય ત્યાં સુધી કોઈને ત્યાં ન આવવા દેવા અને લોહીના ફૂવારા છૂટવા છતાં આરોપી ખિસ્સામાં થી કંઈ કાઢીને ખાય છે...તેને કોઈના પ્રત્યે સહાનુભૂતિ હોવાનું જણાતા નથી. જે ગ્રીષ્મા ને મારી નાખવાનું આરોપીના દ્રઢ નિશ્ચય દર્શાવે છે.. આરોપી ફેનિલે તેની બહેન ક્રિષ્નાને ઈન્ટાગ્રામ પર ગુના સંદર્ભે ઊરેલી ચેટિંગમાં ગુનાની ખબર હોવા છતાં કોઈને ન જણાવે તે દુઃખદ છે. ઉશ્કેરાટ માં બનેલાં બનાવને...આરોપીના બચાવપક્ષની આરોપી ફેનિલ દાઝેલા પ્રેમી અને ગ્રીષ્મા સાથે પ્રેમ પ્રકરણ હોવાની દલીલો માની નથી..

વધુ વાંચો: પહેલા મને પછી કાકાને ચપ્પુ માર્યું, ગ્રીષ્મા દોડી આવતા તેના ગળે ચપ્પુ ફેરવી દીધું

વધુ વાંચો: ગ્રીષ્મા હત્યા કેસઃ પુત્રીની હત્યા નજરે જોનાર માતાએ પ્રસૂતિથી પણ વધુ પીડા ભોગવી છે