×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગેમિંગ એપ દ્વારા અનેક રોકાણકારોને લૂંટયા, ઇડીએ 17 કરોડ જપ્ત કર્યા


- કોલકાતાના આમિર ખાને મોબાઇલ એપથી લૂંટ ચલાવી

- ઇ-ન્યૂગેટ્સ ગેમિંગ કંપની અને તેના પ્રમોટર્સના છથી વધુ સ્થળે ઇડીએ દરોડા પાડયા, ચાઇનિઝ એપ્સ સાથે લિંકની શક્યતા

કોલકાતા : ઇડીએ શનિવારે જણાવ્યું હતું કે કોલકાતા સ્થિત ગેમિંગ એપ ઓપરેટર કંપનીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન રોકડા ૧૭ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગની તપાસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે રકમ જપ્ત કરવામાં આવી છે તે ૫૦૦ ઉપરાંત ૨૦૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોમાં પણ છે. 

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇ-ન્યૂગેટ્સ નામની કંપનીના કોલકાતા સ્થિત છથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના પ્રમોટર્સ આમિર ખાન અને અન્યોના કેટલાક સ્થળે પણ તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ દરોડા દરમિયાન કુલ ૭ કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. 

ફેબુ્રઆરી ૨૦૨૧માં કોલકાતા પોલીસ દ્વારા કંપની અને તેના પ્રમોટર્સની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે બાદ ઇડીએ આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આ ફરિયાદ ફેડરલ બેંક ઓથોરિટીની કોર્ટમાં થયેલી ફરિયાદના આધારે દાખલ કરી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે નેસાર અહેમદ ખાનના પુત્ર આમિર ખાન દ્વારા ઇ-ન્યૂગેટ્સ દ્વારા આ એપ્લિકેશન એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે જેના દ્વારા લોકોની સાથે છેતરપીંડિ કરી શકાય. યૂઝર્સમાં પૈસા રોકવા માટે એક પ્રકારનો આત્મવિશ્વાસ ઉભો કરવામાં આવતો હતો અને અનેક લોકોને પૈસા રોકવા માટે ગેરમાર્ગે પણ દોરાયા હતા. હાલ એ તપાસ પણ કરાઇ રહી છે કે આ એપ્લિકેશનને ચાઇનિઝ એપ્લિકેશન સાથે કોઇ લિંક છે કે કેમ.