×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા, મુખ્યમંત્રી સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કરશે હવાઈ નિરિક્ષણ


બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ગૃહમંત્રી હવાઈ નિરીક્ષણ કરવા ભૂજ પહોંચ્યા છે.. તેમની સાથે મુખ્યમંત્રી પણ ત્યાં હાજર છે. ગૃહમંત્રી અમિત શાહ ભુજ એરફોર્સ સેન્ટર પહોંચશે.  તેમજ તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન તેવો હવાઈ નિરીક્ષણ પણ કરશે. ત્યારબાદ 4 વાગે ભુજ કલેકટર ઓફિસમાં અમિત શાહ રીવ્યુ બેઠક કરશે. તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.

આ પહેલા અમિત શાહે અધિકારીઓ કરી હતી બેઠક 

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સૂચવ્યું હતું. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. 

સાંજે 4 વાગ્યે સ્થાનિક વહિવટી તંત્ર સાથે બેઠક 

અમિત શાહ ભુજથી જખૌ કોસ્ટ ગાર્ડના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. અહીંથી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કચ્છ, જખૌ, સહિત અસરગ્રસ્ત ગામોનું હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજ ખાતે પરત આવશે. સાંજે 4 વાગ્યે સ્થાનિક વહિવટી તંત્ર સાથે બેઠક કરશે. 

અમિત શાહ આજે અમદાવાદ પણ આવી શકે

આ ઉપરાંત અમિત શાહ આજે અમદાવાદ પણ આવી શકે છે.   આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકારએ રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ રાજ્યમાં મોકલવામાં આવી હતી.