×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૂગલે કરી ભારતમાં પણ છટણી, મોડી રાતે એક ઝાટકે 450 કર્મચારીઓની નોકરી છીનવી

Image: Pixabay



ગૂગલમાંથી થોડા સમય પહેલા છટણીના સમાચાર જોવા મળ્યા હતા. ત્યારબાદ ગૂગલે હવે ભારતમાં છટણી શરુ કરી દીધી છે. અહેવાલો પરથી મળતી માહિતી અનુસાર, ગઈકાલે અમેરિકાની મોટી ટેક કંપની ગુગલે ભારતના અલગ અલગ વિભાગમાંથી લગભગ 450-500 કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. 

હૈદરાબાદ અને બેંગ્લોરમાં લેવલ ફોર સોફ્ટવેર ડેવલપર્સ, બેક એન્ડ ડેવલપર્સ, ક્લાઉડ એન્જિનિયર્સ અને ડિજિટલ માર્કેટર્સ તરીકે કામ કરતા કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવાના અહેવાલ મળી રહ્યા છે.

મેઈલ મારફતે થઇ છટણી
અહેવાલો દ્વારા મળતી જાણકારી અનુસાર, ભારતમાં પણ છટણી પ્રક્રિયા મેઈલ મારફતે કરવામાં આવી છે. પહેલા પણ આ રીતે અમેરિકામાંથી કર્મચારીઓની છટણી કરવમાં આવી હતી. હવે ભારતમાં પણ આ જ રીતે પ્રતિક્રિયા જોવા મળી છે.

હજુ ગયા મહિને જ ગૂગલે તેમના 12000 કર્મચારીઓને છૂટા કરવા માટેની યોજના લાવ્યું હતું. સુંદર પિચાઈએ આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, "આ વાત સાથે જોડાયેલી તમામ બાબતની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ."