×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગૂગલથી ટ્વીટર સુધી, આ ટોપ અમેરિકી ટેક કંપનીઓના સુપર બોસ છે ભારતીય


વૉશિંગ્ટન, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ CEO પદ છોડી દેવાનુ એલાન કરી દીધુ છે. હવે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલ નીમાયા. એટલે કે વધુ એક ભારતીયના હાથમાં અમેરિકી ટેક કંપનીની કમાન આવી ગઈ છે.

અગાઉ કેટલાય અમેરિકી દિગ્ગજ ટેક કંપનીઓના CEO તરીકે ભારતીય કામ કરી રહ્યા છે. અહીં આપને કેટલીક મોટી અમેરિકી ટેક કંપનીઓ વિશે જાણકારી મળશે જેની કમાન ભારતીયોના હાથમાં છે.


ગૂગલ- સુંદર પિચાઈ

સુંદર પિચાઈએ IIT Madrasથી અભ્યાસ કર્યો છે. તેમને 2015માં ગૂગલના CEO બનાવાયા હતા. વર્ષ 2019માં તેમને ગૂગલની પેરેન્ટ કંપની Alphabet ના પણ CEO બનાવાયા. સુંદર પિચાઈએ 2004માં ગૂગલ જોઈન કર્યુ હતુ.

પિચાઈ ગૂગલ ટુલબારના લાઈક્સ, ક્રોમના ડેવલપમેન્ટ અને ગૂગલ બ્રાઉઝર પર કામ કરી ચૂક્યા છે. 2012માં તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટના સીનિયર VP બનાવાયા. 2 વર્ષ બાદ તેઓ ગૂગલ અને એન્ડ્રૉયડ સ્માર્ટફોન ઓએસના પ્રોડક્ટ ચીફ બન્યા.


માઈક્રોસોફ્ટ- સત્ય નડેલા

સત્ય નડેલાએ વર્ષ 2014માં માઈક્રોસોફ્ટના CEO બનાવાયા. સત્ય નડેલા 1992થી જ માઈક્રોસોફ્ટનો ભાગ રહ્યા છે. સત્ય નડેલાએ માઈક્રોસોફ્ટમાં મેજર પ્રોડક્ટ પર કામ કર્યુ છે. આ કારણથી કંપનીને ક્લાઉડ કંપ્યૂટિંગ પર મૂવ કરવામાં મદદ મળી. તેમણે મનીપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કર્ણાટકથી અભ્યાસ કર્યો છે.


આઈબીએમ- અરવિંદ ક્રિષ્ના

એપ્રિલ 2020માં અરવિંદ ક્રિષ્નાને IBMના CEO બનાવાયા. તેમણે પોતાનુ કરિયર IBMથી 1990માં શરૂ કર્યુ હતુ. અરવિંદ ક્રિષ્નાએ IIT કાનપુરથી અભ્યાસ કર્યો છે. અરવિંદ ક્રિષ્નાએ યુનિવર્સિટી ઓફ કૃષ્ણાએ ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.


એડોબ - શાંતનુ નારાયણ

શાંતનુ નારાયણ એડોબના CEO 2007થી છે. તેઓ કંપનીમાં 1998માં સીનિયર VP તરીકે જોડાયા હતા. તેઓ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંભાળી રહ્યા હતા. 2005માં તેમને કંપનીના COO બનાવાયા અને તેના બે વર્ષ બાદ તેમને CEO પદની જવાબદારી આપવામાં આવી. શાંતનુ નારાયણે ઓસ્માનિયા યુનિવર્સિટી હૈદરાબાદથી અભ્યાસ કર્યો છે.


VMWare - રઘુ રઘુરામન

એપ્રિલ 2021માં રઘુ રઘુરામનને VMWare ના CEO બનાવાયા. તેમણે પોતાના કરિયરની શરૂઆત VMWareમાં 2003થી કરી હતી. કંપનીમાં તેઓ ટોપ પ્રોડક્ટ ESX અને vSphere સંભાળી રહ્યા હતા. રઘુ રઘુરામને IIT બોમ્બેથી અભ્યાસ કર્યો છે.