×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ગુલાબ' બાદ હવે 'શાહીન' નામનું વાવાઝોડું થયું સક્રિય, આ વિસ્તારોમાં જોવા મળશે અસર


- ધીમે ધીમે આ તોફાન પશ્ચિમ તરફ વધશે જે પાકિસ્તાનના દરિયા કિનારાની સમાંતર ઈરાનના સરહદી ક્ષેત્ર સુધી પહોંચી જશે

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

ગુલાબ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલું નિમ્ન દબાણ હવે અરબ સાગરના ગુજરાત કિનારા સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી 12 કલાકમાં તે એક નવા ડિપ્રેશનમાં ફેરવાઈને શાહીન નામનું વાવાઝોડું બની જશે. ત્યાર બાદ અરબ સાગરના કિનારાઓ પર મોસમી ગતિવિધિઓ તેજ બની જશે. 

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાજેતરની જાણકારી પ્રમાણે આગામી થોડા દિવસો 60થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલશે. જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છ ઉપરાંત મહારાષ્ટ્ર અને કોંકણના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. 

પ્રશાસન એલર્ટ પર

વાવાઝોડાના પૂર્વાનુમાન બાદ પ્રશાસન એલર્ટ પર છે. તે સિવાય ગુજરાતના 17 જિલ્લાઓમાં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે, હાલ માછીમારોને આગામી 3-4 દિવસ દરિયા કિનારાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. 

આગામી 48 કલાક દરિયામાં ઉંડુ દબાણ અને તોફાન બની રહ્યું છે. ધીમે ધીમે આ તોફાન પશ્ચિમ તરફ વધશે જે પાકિસ્તાનના દરિયા કિનારાની સમાંતર ઈરાનના સરહદી ક્ષેત્ર સુધી પહોંચી જશે. 

24 કલાકમાં અહીં વરસાદની શક્યતા

પૂર્વી પશ્ચિમ ટ્રફ રેખા ઉત્તરી કોંકણ અને ગોવાથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ઝારખંડ થઈને ગંગીય પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલી છે. આગામી 24 કલાકમાં કોંકણ અને ગોવા, ગુજરાત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશાના અમુક વિસ્તારોમાં, તટીય કર્ણાટક અને છત્તીસગઢના વિભિન્ન વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદની શક્યતા છે.