×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુડ ન્યુઝ: રશિયાની કોરોના રસી સ્પૂટનિક-વી આવતા અઠવાડિયે ભારતમાં ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, 13 મે 2021 ગુરૂવાર

દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ માટે સરકાર હવે વિદેશથી પણ કોરોના રસી મંગાગવી રહી છે. દરમિયાન, નીતિ આયોગે ગુરૂવારે માહિતી આપી છે કે રશિયાની કોરોના વેક્સીન સ્પૂટનિક (Sputnik) ભારત આવી રહી છે. નિતી આયોગના સભ્ય ડો. વી કે પોલે કહ્યું કે, મને એ કહેતા આનંદ થાય છે કે અમને વિશ્વાસ છે કે સ્પૂટનિક આગામી સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ થશે.

ડો. વી કે પોલે કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે રશિયાથી આવેલી સ્પૂટનિક (Sputnik) રસીનું વેચાણ આવતા અઠવાડિયે શરૂ થશે. તેમણે કહ્યું કે આગળ પણ  સપ્લાય પર પ્રયાસો ચાલુ રહેશે. જુલાઈથી સ્પૂટનિક રસીનું ઉત્પાદન શરૂ થશે. એવું અનુમાન છે કે તે સમયે રસીનાં 15.6 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

ડો. વી કે પોલે કહ્યું કે ભારતમાં લગભગ 18 કરોડ કોરોના રસીનાં ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. અમેરિકામાં આ આંકડો આશરે 26 કરોડ જેટલો છે. રસીરકરણની દ્રષ્ટીએ ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે. તેમણે કહ્યું કે અમને આનંદ છે કે ભારતમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકો રસીકરણ પછી સુરક્ષિત છે.