×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત GST વિભાગે અમદાવાદમાં રૂ.63.8 કરોડનું કૌભાંડ ઝડપ્યુ, 1ની ધરપકડ


- ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસાની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઉભી કરીને કૌભાંડ આચરવામાં આવ્યુ

અમદાવાદ : ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદમાં પ્રત્યક્ષ રીતે માલસામાનનું ખરીદ-વેચાણ કર્યા વગર જ બોગસ બીલ બનાવીને રૂ. 63.80 કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અમદાવાદના અનંતભાઇ અશોકભાઇ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ બોગસ બિલિંગ કૌભાંડની મોડલ ઓપરેન્ડીમાં અનંતભાઇ શાહ નામની વ્યક્તિએ ગરીબ અને નાણાની જરૂરિયાત એવા વ્યક્તિઓના પૈસાની લાલચ આપીને તેમના નામે પેઢીઓ ઉભી કરી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાં આવી કંપનીઓ વચ્ચે પ્રત્યક્ષ સ્વરૂપે કોઇ પણ પ્રકારના માલસામાનની આપ-લે કર્યા વગર માત્ર પેપર ઉપર ખરીદ-વેચાણ દર્શાવ્યા અને તેમને સાચા સાબિત કરવા માટે બેન્ક મારફતે ચૂકવણી પણ કરવામાં આવી હતી. જેમાં બેન્કથી મેળવેલા પેમેન્ટમાં કમિશન કાપીને રોકડ રકમ પરત કરવામાં આવી હતી. આમ રોકડમાં બિનહિસાબી વ્યવહારો કરીને રૂ. 63.8 કરોડની કરચોરી આચરી હોવાનું સાબિત થાય છે.  

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 8 માર્ચના રોજ બોગસ બિલિંગમાં સંડોવાયેલી કંપનીઓ, પેઢીઓ, બોગસ બીલ બનાવનાર ઓપરેટરો તથા તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના ધંધાના સ્થળ અને ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અનંત શાહની આશ્રમ રોડ ખાતે આવેલી ઓફિસમાં દરોડા વખતે મળેલા હિસાબના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસો, ડિજિટલ ડેટા સ્ટોરેજ ડિવાઇસ, ડેબિટ કાર્ડસ, ચેક બુક, રબર સ્ટેમ્પ વગેરે જપ્ત કરાયા છે. હાલ પુછપરછ માટે તેની સાત દિવસની કસ્ટડીની માંગણીને કોર્ટે મંજૂરી કરી છે.