×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત હાઇકોર્ટમાં આજે સુઓમોટો અંગે સુનવણી, રાજ્ય સરકારે ઓફિડેવિટ રજૂ કરી પોતાની કામગીરી ગણાવી

- કોરોના સામેની લતને ઝડપી બનાવી હોવાનો રાજ્ય સરકારનો દાવો

અમદાવાદ, તા. 4 મે 2021, મંગળવાર

રાજ્યમાં કોરોનાના કારણ જે કપરી સ્થિતિ સર્જાઇ છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને સરકાર અને તંત્રની ઉદાસિનતા અને અણઘડ નિર્ણયો આ સ્થિતિમાં લોકોને ભારે પડી રહ્યા છે. ત્યારે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો કર્યો હતો. જેની છેલ્લા થોડા સમયથી ઓનલાઇન સુનવણી ચાલી રહી છે. ત્યારે આજે પણ 11 વાગ્યે આ મામલે સુનવણી કરવામાં આવનાર છે. 

આ બધા વચ્ચે ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકારે કોરોના સામે શું કામગીરી કરી છે, તેની વિગતો જણાવી છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે અને સતત ટકોર કરી રહી છે. ત્યારે સરકારે આ અફિડેવિટમાં દાવો કર્યો છે કે તેમણે કોરોના સામેની કામગીરી ઝડપી બનાવી છે.

રાજ્ય સરકારે એફિડેવિટની અંદર જણાવ્યું છે કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગેના બોર્ડ મુકવામાં આવ્યા છે. ઉપરાંત સરકારે RTPCR ટેસ્ટમાં વધારો કર્યો છે અને રાજ્યમાં વધુ ચાર જગ્યા પર ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ શરુ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો શરુ કરાયા છે. તો હવે અમદાવાદની હોસ્પિટલોમાં દર્દીઓને 108ના બદલે ખાનગી વાહનોમાં પણ દાખલ કરવામાં આવે છે. આ સિવાય જે આધાર કાર્ડનો ક્રાઈટેરિયા મુકાયો હતો, તેને પણ દૂર કરાયો છે.

રાજ્ય સરકાર હાઇકોર્ટે આપેલા નિર્દેશોનું પાલન કરતી હોવાનો એફિડેવિટમાં દાવો કર્યો છે. ઓક્સિજનની તંગી વિશે વાત કરતા સરકરે કહ્યું છે કે તેની ક્ષમતા પણ વદારવામાં આવી છે અને હજુ કામ શરુ છે.