×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત બોર્ડે ધોરણ-10નું પરિણામ કર્યું જાહેર, 8,57,204 વિદ્યાર્થીઓ થયા પાસ

ગાંધીનગર, 29 જુન 2021 મંગળવાર

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષાનાં 8.60 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવાયું છે, અને રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબ સાઈટ પર મુકાયું છે. શાળાઓ પરિણામ GSEB.org નામની વેબસાઈટ પર જોઈ શકશે. મહત્વનું છે કે, આ વર્ષ ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં પરિણામ પરથી તૈયાર કરવામાં આવ્યું છે. શાળાઓ ગુણપત્રની નકલ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશે. અને શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ મેળવશે. અને શાળાઓ જ પરિણામ જોઈ શકશે.

ધોરણ-10માં 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બોર્ડનાં ઇતિહાસમાં પ્રથમવાર 17,186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ત્યાં જ 57,362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 1,00,973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો 1,50,432 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો, 1,85,266 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો, 1,72,253 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો જ્યારે 1,73,732 વિદ્યાર્થીઓને D ગ્રેડ એટલે કે ગ્રેસિંગ માર્ક મળ્યા છે.

સંસ્કૃત વિષયમાં સૌથી વધુ 35036 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા છે તો 17186 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે બોર્ડમાં ટોપરમાં સ્થાન મેળવ્યું. બીજા ક્રમે સામાજિક વિજ્ઞાનમાં 27913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ છે. ગણિત વિષયમ 26809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ છે તો વિજ્ઞાન વિષયમાં 20865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ગણિત, વિજ્ઞાન, અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં સૌથી વધારે A1 ગ્રેડ વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 2 હજાર 991 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે રાજકોટના 2 હજાર 56 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે જ્યારે અમદાવાદ ગ્રામ્યના 1,158 અને શહેરના 881 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે તો જૂનાગઢના 1,018, ભાવનગરના 1,116 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે.