×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત: છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં, નવા 263 કેસ નોંધાયા


- 60% કેસ ચાર મહાનગરોમાં જ, 10 મહિના બાદ 1700થી ઓછા એક્ટિવ કેસ

- રાજ્યામાં અત્યાર સુધી 2,66,297 લોકો સંક્રમિત થયા, 4,403 લોકોના મોત થયા જ્યારે 2.60 લાખથી વધુ દર્દીઓ સાજા થયા

અમદાવાદ, ગુરુવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં 263 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 250થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત ત્રીજા દિવસે બન્યું છે.

આગામી 21 ફેબુ્રઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે તેવા ચાર મહાનગરો અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટમાં જ છેલ્લા 24 કલાકમાં 156 એટલે કે રાજ્યમાં કુલ કેસના 60% નવા કેસ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. 

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 1696 છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1,700થી નીચે આવ્યો હોય તેવું 10 મહિના બાદ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 52 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક 62 હજારને પાર થઇને 62,003 થયો છે.


વડોદરા શહેરમાંથી 43-ગ્રામ્યમાં 8 સાથે 51 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ વડોદરામાં કુલ કેસનો આંક 29,181 છે. સુરત શહેરમાં 39-ગ્રામ્યમાં 6 સાથે 45, રાજકોટ શહેરમાં 22-ગ્રામ્યમાં 4 સાથે 26 નવા કેસ નોંધાયા છે. આમ, કોરોનાના કુલ કેસનો આંક સુરતમાં 53,163 અને રાજકોટમાં 22939 છે.

અન્યત્ર કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં 10 સાથે જામનગર-ગાંધીનગર, 8 સાથે મહેસાણા, 7 સાથે ગીર સોમનાથ, 6 સાથે આણંદ-ખેડા, 5 સાથે ભરૃચ-કચ્છ, 4 સાથે ભાવનગર, 3 સાથે મહીસાગર, 1 સાથે છોટા ઉદેપુર-દેવભૂમિ દ્વારકા-અરવલ્લી-નર્મદા-વલસાડ-અમરેલી-પંચમહાલનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક 4,403 છે જ્યારે મૃત્યુદર 1.70% છે. અત્યારસુધી અમદાવાદમાંથી સૌથી વધુ 2,307-સુરતમાંથી 976 જ્યારે વડોદરામાંથી 240ના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 58, વડોદરામાંથી 53, રાજકોટમાંથી 49 એમ રાજ્યભરમાંથી વધુ 270 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 2,60,198 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 97.71% છે. 17 ફેબુ્રઆરીની સ્થિતિએ 22622 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે જ્યારે કુલ ટેસ્ટનો આંક 1.13 કરોડ છે.

કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો            કુલ કેસ        કુલ મરણાંક

અમદાવાદ     62,003           2,307

સુરત             53,163             976

વડોદરા         19,181             240

રાજકોટ         22,939             200

જામનગર      10,584             24

ગાંધીનગર      8,707           107

મહેસાણા        7,018              38

ભાવનગર      6,099              68

જુનાગઢ        5,390               33

બનાસકાંઠા     4,710              39