×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ચૂંટણી : PM મોદી આજે 4 ચૂંટણી સભા ગજવશે

અમદાવાદ,તા.24 નવેમ્બર-2022, ગુરૂવાર

વડાપ્રધાન મોદી આજે પણ ગુજરાતમાં રહેશે. આજે તેઓ પાલનપુર, મોડાસા, દેહગામ અને બાવળામાં ચૂંટણી રેલી યોજશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 ચૂંટણી રેલીઓ યોજી છે. રાજ્યમાં તેમની કુલ લગભગ 51 રેલીઓ યોજાશે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી 8મી ડિસેમ્બરે થશે.

4.90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. આમાંથી 2,53,36,610 મતદારો અને 2,37,51,738 મહિલા મતદારો છે. આમાંથી 27 હજાર 943 સરકારી કર્મચારી મતદારો, 4,04,802 દિવ્યાંગ મતદારો મતદાન કરશે. મતદારોમાં 9.8 લાખ મતદારોની ઉંમર 80 વર્ષથી વધુ છે. આમાંથી 10 હજાર 460 મતદારોની ઉંમર 100થી વધુ છે. એક હજાર 417 થર્ડ જેંડર મતદારો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચાર લાખ 61 હજાર 494 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.

સરેરાશ 946 લોકોએ એક મતદાન મથક

આ ચૂંટણી માટે કુલ 51,782 મતદાન મથકો ઉભા કરાયા છે. આમાંથી 17,506 શહેરમાં અને 34,276 ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથકો હશે. આ ચૂંટણીમાં લગભગ 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે. કુલ 51,782 મતદાન મથકોમાંથી 25,891 મતદાન મથકો પર ચૂંટણી પંચ વેબકાસ્ટિંગ કરશે.

બે તબક્કામાં યોજાશે મતદાન

બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે એક અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે. સાથે જ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. બે તબક્કામાં તમામ 182 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે.

પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા કુલ એક હજાર 621 ઉમેદવારોમાં એક હજાર 482 પુરૂષ ઉમેદવારો અને 139 મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે.

બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર 60 રાજકીય પક્ષો અને અપક્ષ મળી 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 285 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.  29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે 10 પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આમ બંને તબક્કામાં થઈને કુલ 70 રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે.