×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ચૂંટણી Live : બીજા તબક્કાનાં મતદાનનો સમય શરૂ : જાણો મતદારો માટે ઉપયોગી માહિતી અને તમારા વિસ્તારના ઉમેદવારોની યાદી

અમદાવાદ, તા.5 ડિસેમ્બર-2022, સોમવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આજે સવારે 8.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 5.00 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. તો 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે.

Live : ગુજરાત ચૂંટણી

08.00 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. તેઓ સાબરમતી વિસ્તારના મતદાર છે. ઉલ્લેખનિય છે કે, PM મોદી ગઈકાલથી ગુજરાત આવી ગયા છે. PM મોદીએ મતદાન પહેલા ગઈકાલે ગાંધીનગર ખાતે માતા હીરાબાના આર્શિવાદ લીધા હતા અને ત્યાર બાદ કમલમ્ ખાતે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે બેઠક યોજી હતી.

મતદારો માટે ઉપયોગી માહિતી

  • National Voters Service Portal (NVSP) - www.nvsp.in : મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે, e-EPIC ડાઉનલોડ કરવા માટે, તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે, તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે આ એપનો ઉપયોગ કરી શકશો.
  • મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in : ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે તેમજ મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટેની વિગત આ વેબસાઈટ પરથી મેળવી શકશો.
  • પોતાનું મતદાન મથક શોધવા માટે, ઉમેદવારની માહિતી મેળવવા માટે, તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે, EVM વિશેની વિગતો મેળવવા માટે Voters Helpline App એપનો ઉપયોગ કરી શકશો.
  • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે Know Your Candidate એપનો ઉપયોગ કરી શકાશે.
  • જો તમે આચારસંહિતા ભંગ થયું હોવાનું લાગે તો c-VIGIL App ફરિયાદ નોંધાવી શકશો.
  • દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા, વ્હિલચેરની સુવિધા મેળવવા માટે, પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા માટે PwD Appનો ઉપયોગ કરી શકશો.