×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત કોરોના : આજે વધુ 283 કેસ નોંધાયા, વધુ 3 દર્દીનાં મોત

અમદાવાદ, તા.16 એપ્રિલ-2023, રવિવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા લાગ્યો છે. માત્ર કોરોના કેસમાં જ વધારો નહીં પણ મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ નોંધાયા છે. જ્યારે 217 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો રાજ્યમાં વધુ 3 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે, અહીં આજે 127 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 29, સુરતમાં 25, વડોદરામાં 14, મહેસાણામાં 13, વલસાડમાં 11, ગાંધીનગરમાં 10, સુરતમાં 9, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે.


અમદાવાદ, ખેડા, અરવલ્લીમાં 1-1 દર્દીનાં મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે. આજે અમદાવાદ, ખેડા અને અરવલ્લીમાં એક-એક દર્દીઓના મોત નિપજ્યા છે.


કુલ 4 દર્દીઓ વેન્ટીલેટર

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 11072 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં કુલ 2309 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. તો 2305 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા થઈ ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,73,939 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે.