×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત: કોંગ્રેસ MLA અનંત પટેલ પર હુમલો, રાહુલે કહ્યું ભાજપ કાયર છે, અમે લડીશું


- ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી આંગ ચાંપી દીધી હતી

નવસારી, તા. 09 ઓક્ટોબર 2022, રવિવાર

ગુજરાત કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા આ વેળાએ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામની બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કથિત આરોપ છે કે બીજેપીના કાર્યકર્તા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડયું છે. વધુમાં ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં પણ તોડફોડ કરી આંગ ચાંપી દીધી હતી.કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, ગુજરાતમાં પાર-તાપી નદી લિંક પ્રોજેક્ટ સામે આદિવાસી સમુદાય માટે લડત આપનાર અમારા પક્ષના ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપનો કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો દરેક કાર્યકર આદિવાસીઓના હકની લડાઈ માટે તેમના અંતિમ શ્વાસ સુધી લડશે.

બીજી તરફ આ ઘટના બાદ ભીડ ધારાસભ્યના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી હતી અને હંગામો કર્યો હતો. ધારાસભ્ય અનંત પટેલના સમર્થકોએ શનિવારે મોડી રાત્રે જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં આગ લગાવી દીધી હતી. આ સાથે જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી જતાં તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

આ ઘટના નવસારી જિલ્લાના ખેરગામ ખાતે બની હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ શનિવારે નવસારીના ખેરગામ ખાતે મીટીંગ માટે પહોંચ્યા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ગુંડાઓએ તેમની કારની તોડફોડ કરી હતી અને માર માર્યો હતો. ધારાસભ્યનો આરોપ છે કે, આ દરમિયાન હુમલાખોરોએ તેમને કહ્યું કે આદિવાસી હોવાને કારણે તમે નેતા બની રહ્યા છો અમે તમને છોડશું નહીં. આદિવાસીનું અહીંયા નહીં ચાલવા દઈએ. 

આ હુમલામાં ધારાસભ્યને માથામાં ઈજા થઈ હતી. બીજી તરફ આ ઘટના બાદ ધારાસભ્યના સમર્થનમાં વિરોધીઓની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.