×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત : કાળમુખો કોરોના આજે 67 લોકોને ભરખી ગયો, નવા 6690 કેસ નોંધાયા

અમદાવાદ, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે વતા આંકડાઓ પછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પણ આવા જ છે. આજે રાજ્યમાં કોરોનોના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર કાળમુખો કોરોના 67 લોકોને ભરખી ગયો છે. તો પાછલા 24 કલાકમાં નવા નોંધાયેલા કોરોના કેસનો આંકડો 6690 છે. ખાસ કરીને રાજ્યના મહાનગરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. અમદાવાદમાં આજે અધધ કહી શકાય તેટલા 2251 કેસ નોંધાયા છે. એક સમય એવો હતો, જ્યારે આખા ગુજરાતમાં આટલા કેસ નહોતા આવતા. 


તો આ તરફ સુરતમાં સુરતમાં 1441, રાજકોટમાં 616 અને વડોદરામાં 377 કેસો નોંધાયા છે. મૃત્યુની વાત કરીએ તો અમદાવાદમાં 23, સુરતમાં 22, રાજકોટમાં 5 અને વડોદરામાં 4 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4922 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2748 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 20 હજાર 729 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 34 હજાર 555 એ પહોંચી છે. જ્યારે 221 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે