×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત-ઓડિશા બાદ પ.બંગાળમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BF.7ના 4 કેસ નોંધાયા, 33 લોકો પર નજર

નવી દિલ્હી,તા.5 જાન્યુઆરી-2023, ગુરુવાર

ચીન સહિત વિશ્વભરના ઘણા દેશોમાં કોરોના જોવા મળેલા ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BF.7ના કેસો હવે ભારતમાં પણ વધી રહ્યા છે. ગુજરાત અને ઓડિશા બાદ હવે પશ્ચિમ બંગાળમાં BF.7ના કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ વેરિઅન્ટથી 4 લોકો સંક્રમિત થવાની ઘટના સામે આવી છે.  એક આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ અમેરિકાથી પરત આવેલા ચાર લોકોની જિનોમ સિક્વેન્સિંગ કરાતા તેઓ કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ છે. જોતે તમામની સ્થિતિ સ્થિર છે.

4માંથી 3 સંક્રમિત દર્દીઓ એક જ પરિવારના

અધિકારીએ જણાવ્યું કે, ચાર લોકોમાંથી ત્રણ નદિયા જિલ્લાના એક જ પરિવારના છે, જ્યારે એક બિહારનો રહેવાસી છે, જોકે તે કોલકતામાં રહે છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ આ ચાર દર્દીઓના સંપર્કમાં 33 વ્યક્તિઓ આવ્યા છે. આરોગ્ય વિભાગે તુરંત આ 33 લોકોને ઓળખી આરોગ્ય તપાસ કરતા તમામે તમામ સ્વસ્થ હોવાનું જણાયું છે, જોકે આ તમામ પર નજર રખાઈ રહી છે.

કોલકતામાં ગત મહિને 2 લોકો BF.7થી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું

ગત મહિને કોલકાતા એરપોર્ટ પર વિદેશથી આવનારા તમામ મુસાફરોની તપાસ કરાતા જે મુસફરોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી, તેમના નમૂના જીનોમ સિક્વેસિંગ માટે મોકલાયા હતા. કોલકાતા એરપોર્ટ પર ગત સપ્તાહે એક વિદેશી નાગરિક સહિત બે લોકો કોરોના પોઝિટવ હોવાનું જણાતા તેઓનું જિનોમ સિક્વેન્સિંગ કરાયું હતું, જેમાં તેઓ BF.7થી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત-ઓડિશા બાદ પશ્ચિમ બંગાળમાં BF.7ના કેસો આવ્યા સામે

મળતી માહિતી મુજબ ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ભારતમાં BF.7નો પ્રથમ કેસ સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણ અને ઓડિશામાં એક કેસ સામે આવ્યો હતો, જોકે હવે બંગાળમાં પણ આ વેરિઅન્ટના કેસો સામે આવ્યા છે.

24 કલાકમાં 175 લોકો સંક્રમિત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં 220.11 કરોડનું રસીકરણ (95.13 કરોડ લોકોને પ્રથમ ડોઝ, 22.41 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ) કરાયું છે.