×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતીઓ થઈ જાઓ સતર્ક, વધુ 2 દિવસ જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ


- રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે

અમદાવાદ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ 2 દિવસ અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી જાહેર કરી છે. આગાહી પ્રમાણે શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. 

ગુજરાતીઓને આગામી 3 દિવસ સુધી વરસાદમાં કોઈ જ રાહત નહીં મળે અને અતિ ભારેથી પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. અમદાવાદમાં પણ આગામી 3 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. 

આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ ક્રિકેટ થવાના કારણે ચોમાસુ વધુ તીવ્ર બની શકે છે. આ કારણે આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં 400 મીમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો 80 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગાંધીનર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટાની આગાહી જણાવી હતી.