×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં 155 દિવસ બાદ કોરોનાની સદી : નવા 119 કેસ


- અમદાવાદમાં સૌથી વધુ 63  નવા કેસ નોંધાયા

- સપ્તાહમાં એક્ટિવ કેસ ત્રણ ગણા વધીને હવે 435 : અમદાવાદમાં સૌથી વધુ 230 દર્દી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગત વર્ષની ૧૨ ઓક્ટોબર એટલે કે ૧૫૫ દિવસ બાદ કોરાનાના નવા કેસનો આંક ૧૦૦ને પાર થયો છે. રાજ્યમાં હાલ ૪૩૫ એક્ટિવ કેસ છે જ્યારે એકપણ દર્દી વેન્ટિલેટર નથી. 

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૬૩, સુરત-રાજકોટમાંથી ૧૩, મહેસાણામાંથી ૯, વડોદરા-અમરેલીમાંથી ૪, ભાવનગર-આણંદમાંથી ૩,ગાંધીનગર-સાબરકાંઠા-ભરૂચ-આણંદમાંથી ૨, નવસારી-પોરબંદરમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આમ, માર્ચના ૧૬ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના કુલ ૪૯૦ કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮૯૭ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. કુલ વેક્સિનેશન ડોઝ ૧૨.૮૦ કરોડ છે. 

હાલ અમદાવાદમાંથી સૌથી વધુ ૨૩૦, સુરતમાંથી ૪૨, રાજકોટમાંથી ૪૦, મહેસાણામાંથી ૩૧, વડોદરામાંથી ૨૩, ભાવનગરમાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૧, અમરેલીમાંથી ૮, પોરબંદરમાંથી ૭, ગાંધીનગરમાંથી ૬, આણંદ-કચ્છમાંથી ૫, ભરૂચમાંથી ૩, વલસાડ-ગીર સોમનાથ-જુનાગઢમાંથી ૨, સુરેન્દ્રનગર-નવસારી-મોરબી-બોટાદમાંથી ૧-૧ દર્દી હાલ કોરોનાની સારવાર હેઠળ છે. ૯ માર્ચના રાજ્યમાં કોરોનાના ૧૩૬ એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં ત્રણ ગણોથી વધુનો વધારો થયો છે. અમદાવાદમાં ૯ માર્ચે ૭૯ એક્ટિવ કેસ હતા. જેમાં હવે એક સપ્તાહમાં ત્રણ ગણો જેટલો વધારો થયો છે.