ગુજરાતમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી
દિવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાનાખરાબી
13નાં મોત, 3748 ગામોમાં વીજળી વેરણ થઈ ગઈ : 122 હોસ્પિટલોમાં વીજપુરવઠો ખોરવાયો
ગીર પંથકમાં કેરીના પાકનો સોથ વળ્યો, દક્ષિણ ગુજરાતમાં ઊભા પાકને નુકસાન, ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો
અમદાવાદ : કોરોનાનો કહેર વચ્ચે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા 'ટૌટે' એ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો માં ભારે તબાહી સર્જી છે. ઉના, કોડીનાર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાએ ખુબ જ નુકસાન પહોંચાડયું છે.
દીવના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલા વિકરાળ વાવાઝોડાએની એટલી તીવ્રતા એટલી હતી કે 40 હજારથી વધારે વૃક્ષો ધરાશયી હતા જ્યારે 16 હજારથી વધુ ઝૂપડા અને કાચા મકાનો ઉપરાંત મોબાઇલ ટાવરો જમીન દોસ્ત થયા હતા.
વાવાઝોડાને લીધે મકાન ધરાશાયી થવાથી અને વીજપોલ પડવાના કારણે અને કરંટ લાગવાના કારણે કુલ મળીને 13 લોકોના મોત નીપજ્યા છે. ઠેર ઠેર વૃક્ષો પડતા કેટલાય સ્થળોએ વાહનો દબાયા હતા. વાવાઝોડાએ ગીર પંથકમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડયું હતું.
આ ઉપરાંત ભરૂચ-નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં કેળા, ચીકુ, શેરડી, તલ, અડદ અને ડાંગરના પાકને નુકસાન પહોંચાડયું હતું. આ કારણોસર ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે, આ કુદરતી વિપદાના મૂકાબલા માટે 'ઝિરો કેઝયુઆલીટી' એપ્રોચથી ડિટેઇલ્ડ અને એડવાન્સ પ્લાનીંગને કારણે મોટી જાનહાની થઈ નથી.
ઉના પંથકના દરિયા કાંઠે વાવાઝોડું ટકરાતા કેટલાય ગામો પ્રભાવિત થયા હતા આ ઉપરાંત કોડીનાર તાલુકાના દરિયાકાંઠાં ના ગામડાઓમાં ભારે નુકસાન થયાના અહેવાલો સાંપડયા છે. ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ અને પૂર ઝડપે ફૂંકાયેલા પવનને કારણે કાચા મકાનોને ભારે નુકસાન થયા હતું.
કેટલાય મકાનો અને દુકાનોના છાપરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાઈ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટકી પડયો હતો સાથે સાથે ખેતીના પાકોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. રાજુલા અને જાફરાબાદમાં પણ વાવાઝોડાએ ખાનાખરાબી કરી હતી આ વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થતા 2610 જેટલા વીજ થાંભલા પડી ગયા હતા.
પૂર ઝડપે ફૂંકાયેલા પવનને કારણે મોબાઇલ ટાવર પણ જમીનદોસ્ત થતા આ સમગ્ર વિસ્તારમાં નેટવર્ક મોબાઇલ નેટવર્ક ખોરવાયું હતું અને જેના કારણે લોકો સંપર્ક વિહોણા થયા હતા. વાવાઝોડાની તીવ્ર ઝડપને કારણે કાચા મકાનોના પતરાં હવામાં ઉડયાં હતા અને લોકો એ આખી રાત ભયાવહ હાલતમાં ગુજારી હતી. કેટલાય સ્થળોએ વૃક્ષો પડતાં વાહનો દબાયા હતા.
2લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર શેલ્ટર થઇ જવાથી મોટી જાનજાહિનીની કે અન્ય કોઇ મોટી દુર્ઘટના થઇ નથી. વાવાઝોડાને પરિણામે કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા લોકોને કોઇ તકલીફ ઊભી ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં 1400 કોવિડ હોસ્પિટલોમાંથી 122 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમાંથી 1ર હોસ્પિટલમાં પૂર્વવત કરી દેવાયો છે તેમજ 4 માં ડી.જી. સેટથી સપ્લાય અપાય છે. કોઈ દર્દીની સારવાર અટકી નથી.
ટૌટે વાવાઝોડાએ અત્યાર સુધીમાં કુલ નવ લોકોનો ભોગ લીધો છે. ગારીયાધાર, રાજકોટ અને વાપીમાં કાચું મકાન ધરાશાયી થતા એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ઉનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે ખેડા વીજ થાંભલો પડવાથી બે વ્યક્તિઓ જાન ગુમાવ્યા હતા.
આ ઉપરાંત સાણંદ બાવળા હાઈવે રોડ ઉપર પણ વીજ વાયર તુટતા બે વ્યકિતઓ ના મૃત્યુ થયા હતા. જેતપુરમાં વેરહાઉસની દિવાલ પડતા એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે રાજુલા પંથકમાં પણ બે લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ કુલ મળીને 13થી વધુ લોકોના મૃત્યુ થયાની પ્રાથમિક જાણકારી મળી છે.
વાવાઝોડા ને કારણે ઠેર ઠેર વીજ થાંભલાઓ પડી ગયા હતા જેના લીધે રાજ્યના ર437 ગામોમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો. તેમાંથી વીજ વિભાગની ટીમોએ સત્વરે કાર્યવાહી કરીને 484 ગામોમાં પુરવઠો પૂર્વવત કર્યો છે. રર0 કે.વી.ના બે સબસ્ટેશનોને પણ અસર પડી છે. 59429 વીજ થાંભલાને નુકશાન થયું છે.
196 માર્ગો બંધ કરાયા હતા. 1પ9 રસ્તાને નુકશાન થયું છે તે પૈકી 4ર રસ્તાને કાર્યરત કરી દેવાયા છે. 40 હજાર જેટલા વૃક્ષો વાવાઝોડાને લીધે ધરાશાયી થયા છે. માર્ગ-મકાન, ફોરેસ્ટ સહિતના વિભાગોએ રીસ્ટોરેશન, મરામત કાર્ય ઉપાડયું છે. અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર વહિવટી તંત્રને રેસ્કયુ-બચાવ રાહતના કામોમાં લાગ્યું છે.
રાજ્યમાં 16,પ00 મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોચી છે. જે વિસ્તારોમાં 100 કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે એવા વિસ્તારોમાં આવા મકાનોના સર્વે કરાઇ રહ્યો છે. નુકશાની અંગેનો સર્વે પણ હવે પછીથી વિગતો મેળવીને કરાશે.
વાવાઝોડાના કારણે રાજુલા માર્કેટ યાર્ડ માર્કેટિંગ યાર્ડના છાપરા ઉડયા હતા અને જેના કારણે કપાસ સહિતનો પાક પડી ગયો હતો. આ જ પ્રમાણે, ગીર અને જુનાગઢ પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકશાન થયું હતું.
હજારો એકરમાં આંબા પર કેરી ઉતારવાની તૈયારી હતી ત્યારે વાવાઝોડાએ આંબાને જડમૂળમાંથી ઉખાડી ફેંકી દીધા હતા અને પવનની તીવ્ર ગતિને કારણે મોટાભાગની કેરી ખરી પડી હતી જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ કેળા અને પપૈયાના પાકને નુકસાન થયું હતું. માંગરોળ ચોરવાડ સીટી દક્ષિણ ગુજરાત પંથકમાં પણ તલ અડદ સહિતના પાકને નુકસાન થયું હતું. ઉના સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નારીયેળી પણ ભોંયભેગી થઈ ગઈ હતી. ખેતીને નુકસાન થતા ખેડુતોને આર્થિક નુકસાન ભોગવવુ પડયું છે.
રાજ્યમાં 3પ તાલુકાઓમાં 1 ઇંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બગસરામાં સૌથી વધુ 9 ઇંચ તેમજ ગીરગઢડા-8, ઊના-8, સાવરકુંડલા-7, અમરેલી-પ ઇંચ વરસાદ થયો છે. કુલ મળીને 46 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
આ વાવાઝોડાની વધુ અસર થઇ છે તેવા અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં કલેકટર, ડી.ડી.ઓ સહિત સમગ્રતંત્રને એલર્ટ મોડ પર સ્ટેન્ડ ટુ કરાયું છે.
નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરી શેલ્ટર્સમાં લોકોને સુરક્ષિત રખાયા છે અને ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. હાલની સ્થિતિએ રાજ્યનું એક પણ અસરગ્રસ્ત વિસ્તાર સંપર્ક વિહોણા નથી. સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકાઓના અધિકારીઓ સાથે સતત સંપર્ક રાખીને માહિતી મેળવાઇ રહી છે. ટૌટે વાવાઝોડાં એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી કરોડોના માલ હાનીને નુકસાન પહોંચાડયું છે.
વાવાઝોડાની હાઈલાઈટ
59429 થાંભલા પડયા
40 વૃક્ષો પડયા
196 રસ્તા બંધ
159 રસ્તાને નુકસાન
16500 ઝુંપડા- મકાનો જમીનદોસ્ત
3748 ગામોમાં અંધારપટ
484 ગામમાં વીજપુરવઠો પુન: શરૂ
122 કોવિડ હોસ્પિટલ માં વીજળી ડુલ
9 હજાર કિલોમીટર વીજલાઇન નુકસાન
123 વીજ સબ સ્ટેશન બંધ
મુખ્યમંત્રી રૂપાણી એ મધ્યરાત્રિ સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં બેસી વાવાઝોડાની વિગતો મેળવી
અમદાવાદ, તા.18
વાવાઝોડાને પગલે પાટનગર ગાંધીનગરમાં દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સતત ત્રણ કલાક બેસીને સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકશાની સહિતની રજેરજની વિગતો મેળવી હતી. વાવાઝોડાની આગાહી થઇ ત્યારથી જ રૂપાણી એ જિલ્લા વહિવટીતંત્રો સહિત રાજ્યના વહિવટીતંત્રને વિપદાના મૂકાબલા માટે 'ઝિરો કેઝયુઆલીટી' એપ્રોચથી ડિટેઇલ્ડ અને એડવાન્સ પ્લાનીંગ માટે સજ્જ કર્યુ હતું. રૂપાણી સ્વયં સોમવારે મોડી મધ્યરાત્રિ સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાના કલેકટરોથી માંડીને મામલતદાર-પ્રાંત અધિકારીઓના ટેલિફોનિક સંપર્કમાં રહીને સૂચના આપી હતી.
વેરાવળના દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, બોટ તણાતા 8 ખલાસીઓને બચાવાયા
વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠા માં ભારે તબાહી સર્જી દીધી છે. દીવથી વાવાઝોડા ગુજરાતમાં એન્ટ્રી મારી હતી અને ત્યારબાદ પૂર ઝડપે આગળ વધતા સ્થાનિક તંત્રએ લોકોને સાવધ રહેવા અપીલ કરી હતી. ખાસ કરીને માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા હતા અને બોટોને દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી હતી. વાવાઝોડાની તીવ્રતા ને લીધે વેરાવળના દરિયામાં 8થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. એક લાંગરેલી બોટ દરિયામાં તણાતા આઠ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
વાવાઝોડાને લીધે ઓક્સિજન સપ્લાયમાં કોઈ અવરોધ આવ્યો નહીં
કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતના ઓકસીજન ઉત્પાદકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોને પણ ઓકસીજન સપ્લાય પૂરો પાડે છે ત્યારે આ વાવાઝોડાને કારણે કોઇ ઓકસીજન પ્લાન્ટમાં પણ રૂકાવટ આવી નથી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં ઓકસીજન સપ્લાય થઇ રહ્યો છે તેમાં કોઇપણ પ્રકારની અડચણ આવી નથી તેવો સરકારે દાવો કર્યો છે.