×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં વધુ 1276 કેસ, આઠ મહાનગરમાં સ્કૂલ-કૉલેજ બંધ


યુનિવર્સિટીઓની હાલની પરીક્ષાઓ મોકૂફ : આઠ મહાનગર સિવાય સ્કૂલ-કૉલેજ સ્વૈચ્છિક ચાલુ

આઠ મહાનગરોમાં ધો.3 થી 8 અને 9 થી 12માં પ્રથમસત્રની પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે : અન્ય શહેરો, નગરોમાં રાબેતા મુજબ શિક્ષણ અને પરીક્ષા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક 1276 કેસ નોંધાયા હતા. પરિણામે શિક્ષણકાર્ય  પર અસર થઈ હતી.  નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે ગુજરાતના તમામ આઠ મહાનગર અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ધોરણ 1થી 8 (પ્રાથમિક) ધોરણ 9-10 (માધ્યમિક) અને ધોરણ 11-12 (ઉચ્ચતર માધ્યમિક)નું પ્રત્યેક શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળેલી તાકીદની બેઠકમાં પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો હતો. આઠ મહાનગરપાલિકાઓ સ વિાયના અન્ય તમામ વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓ આવશે તેમને માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રહેશે.  સ્કૂલની માફક કોલેજો અને ટેકનિકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી સંસ્થાઓ પણ બંધ રહેશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ  ચુડાસમાએ તાકીદની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 19મી માર્ચ 2021ના શુક્રવારથી ગુજરાતના આઠ મહાનગરોની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10મી એપ્રિલ 2021 સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ રહેશે. મહાનગરોની શાળાઓમાં શિક્ષણ ઓનલાઈન અને હોમલર્નિંગથી જ આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની હાલના સમયપત્રક મુજબ જ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. તેમ જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. 

સ્નાતક કક્ષાની 19મી માર્ચથી શરૂ થઈ રહેલી ઓપલાઈન પરીક્ષા મૌકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે સ્નાતક કક્ષાની 19મી માર્ચથી 10મી એપ્રિલ દરમિયાન લેવાની પરીક્ષાઓના સમયપત્રકોની નવેસરથી જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક-પોસ્ટગ્રેજ્યુએટ્સ પરીક્ષાઓ, ઓફલાઈન ક્લાસિસ તથા પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની તમામ પ્રેક્ટિકલ ચાલુ જ રહેશે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે પ્રથમ પરીક્ષા 19મી માર્ચથી 27મી માર્ચ દરમિયાન નિયત કરેલા સમયપત્રક મુજબ જ ઓફલાઈન પદ્ધતિએ લેવામાં આવશે. હાલમાં ચાલી રહેલું ઓનલાઈન કે હોમલર્નિંગ શિક્ષણ ચાલુ જ રહેશે. આઠ મહાનગર પાલિકાઓ સિવાયના વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.

તેમ જ સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓને પ્રત્યાક્ષ શિક્ષણની હાલની વ્યવસ્થા યથાવત ચાલુ જ રહેશે. 10મી એપ્રિલથી તમામ શિક્ષણ ઓનલાઈન જ અપાશે. યુનિવર્સિટીની હોસ્ટેલ્સ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ હોસ્ટેલ્સના રૂમમાં રહીને શિક્ષણ મેળવી શકશે. ગુજરાત સરકાર દ્વારા આજે લેવામાં આવેલા નિર્ણયો રાજ્યની તમામ ખાનગી અને જાહેર યુનિવર્સિટીઓ માટે બંધન કર્તા રહેશે.