×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં લોકડાઉન અંગે આજે સાંજે નિર્ણય લેવાશે, બેઠક બાદ મુખ્યમંત્રી રુપાણી પ્રેસ કોન્ફરન્સ કરશે

- એવી પણ શક્યતા છે કે સરકાર લોકડાઉનના બદલે આંશિક પ્રતિબંધોને વધારે કડક બનાવે

અમદાવાદ, તા. 4 મે 2021, મંગળવાર

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ઓછઓ થવાનું નામ નથી લઇ રહ્યો, તો બીજી તરફ ગુજરાત સરકાર લોકડાઉન અંગે કોઇ નિર્ણય લઇ શકતી નથી. સરકારી વ્યવસ્થા અને સ્વાસ્થ્ય સુવિધાઓની કમર તૂટી ગઇ છે, લોકો જેનો ભોગ બની રહ્યા છએ અને મોતને ભેટી રહ્યા છે. રાજ્યના લોકોની માંગ છતા રુપાણી સરકાર લોકડાઉ વિશે વાત નથી કરી રહી. જો કે રાજ્ય સરકાર પર લોકડાઉનને લઇને પ્રેશર સતત વધી રહ્યું છે. તેવામાં આજે સાંજે ગુજરાતમાં લોકડાઉન અંગે નિર્ણ લેવાઇ શકે તેવી શક્યતા છે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરનાર છે. સીએમ રૂપાણી આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરશે કે,  ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવુ કે નહીં. જો કે એવી પણ શક્યતા રહેલી છે કે સરકાર લોકડાઉનના બદલે આંશિક પ્રતિબંધોને વધારે કડક બનાવે. અથવા તો રાજ્યના જે 29 શહેરોની અંદર કર્ફ્યુ લાગુ છે, તેની મુદ્દત વધારવામાં આવે. આ સાથે નવા પ્રતિબંધોની શક્યતા પણ છે.

આજે જ રાજ્યના મુયમંચ્રી વિજય રુપાણીએ પોતાની જૂનાગઢ મુલાકાત દરમિયાન કહ્યું છે કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે. એટેલે કે રાજ્ય સરકારની આજે જે બેઠક મળશે તેમાં લોકડાઉનને લઇને નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તે નિર્ણય અંગે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ વડે જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોના અંગેની સુઓમોટો અરજીની સુનવણી ચાલી રહી છે. જેમાં પણ હાઇકોર્ટ અને અન્ય વકિલો દ્વારા સરકારની કામગીરી અને પ્લાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્યના વેપારીઓ, ડોક્ટરો, આગેવાનો અને લોકો જાતે પણ કોરોનાને કાબૂમાં લેવા ઘણા સમયથી લોકડાઉનની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે જવું રહ્યું કે સરકાર તેમની વાતો સાંભળે છે કે નહીં.