×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં પ્રથમ વખત વીજ ચોરી પકડવા ડ્રોનનો ઉપયોગ


- મીઠું પકવતા એકમોની અંદાજે રૂ. 48 લાખની વીજ ચોરી પકડાઇ

અંજાર : ગુજરાતમાં વીજ ચોરીને પકડવા માટે પહેલીવાર વીજ કંપની દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) કંપનીએ હાઇટેક ડ્રોન કેમેરાની મદદથી ગાંધીધામના આદિપુર વિસ્તારમાં આવેલા મીઠાના અગરના એકમો પાસેથી અંદાજે રૂ. 48 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. 

ઉપરાંત અંતરિયાળ તેમજ રણ વિસ્તારોમાં વીજ ચોરી પકડવા માટે જતા વીજ કંપનીના ચેકિંગ સ્ટાફને ખુબ દૂરથી જ જોઇ શકાતા હોવાથી વીજ ચોરો સંતર્ક થઇ જતા હોવાથી વીજ ચોરી પકડવામાં મુશ્કેલી પડતી હતી. જો કે હવે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ડ્રોન વડે જે-તે વિસ્તારનો એરિયલ વ્યૂ લઇને  વીજ ચોરીની આગોતરી જાણકારી મેળવી લીધા બાદ ચેકિંગ સ્ટાફને વીજ ચોરી પકડવામાં સફળતા મળી રહી છે. 


આદિપુર પાસે આવેલા સંઘાડ ગામ નજીક આવેલ મીઠાના અગરોના વીજ જોડાણ તા. ૧૧.૦૩.૨૦૨૨ના રોજ ચેક કરતા કુલ ત્રણ જોડાણોમાં ટ્રાન્સફોર્મરની એલટી પીલ્ફરપ્રુફ કરેલા સ્ટડને ડેમેજ કરીને વીજ ચોરી કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વીજ જોડાણોમાં અંદાજ રૂ. ૧૫ લાખની વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલા છે. 

આમ આદિપુર વિસ્તારોમાં મીઠાના અગરોને કુલ અંદાજીત 48 લાખ રૂપિયાના વીજ ચોરીના બીલો ફટકારવામાં આવતા વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.