×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 2360 નવા કેસ, 9 લોકોના મોત

અમદાવાદ, તા. 31 માર્ચ 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. દેશમાં કરોના વાયરસની બીજી લહેર શરુ થઇ હવાનું માનવામાં આવી રહ્યું છે. આ બીજી લહેરથી દેશમાં સૌથી વધારે પ્રભાવિત જે પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોના કેસનો આંકડો નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો 2300ને પાર ગયો છે.

ગત 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 2360 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાના કારણે 9 લોકોના મોત થયા છે. જેની સાથે રાજ્યમાં કોરોના મૃત્યુઆંક 4519 થયો છે. રાજ્યમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે 2004 દર્દીઓ સાજા થયા છે. અતાયર સુધીમાં કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. વર્તમાન સમયે રાજ્યમાં રિકવરી રેટ 94.43 ટકા છે.


છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસનો આંકડો ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી દરરોજ 2000 કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. સાથએ જ મૃત્યુનો આંકડો પણ વધ રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 611 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 602 કેસ નોંધાયા છે. અમદાવાદ ગ્રામ્યમાં 9 કેસ અને સુરત ગ્રામ્યમાં 142 કેસ નોંધાયા છે.