×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોનાના 69 નવા કેસ, 1 દર્દીનું મોત, રીકવરી રેટ 98.51 ટકા

ગાંધીનગર, 6 જુલાઇ 2021 મંગળવાર

રાજ્યમાં કોરોના સંક્રમણમાં આવેલો ઘટાડો સરકાર અને લોકો માટે રાહતનાં સમાચાર છે, આજે કોરોનાના નવા 69 કેસો નોંધાયા છે અને  આખા રાજ્યમાં માત્ર 1 દર્દીનું મોત અમદાવાદ થયું છે. આ સાથે જ એક્ટીવ કેસ પણ ઘટીને 2193 થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,832 થઇ છે અને મૃત્યુઆંક 10,072 થયો છે. 

રાજ્યમાં આજે કોરોનાથી સાજા થયેલા કુલ 208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 98.51 ટકા થયો છે. રાજ્યમાં હાલ 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2182 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 9, રાજકોટ શહેરમાં 7, બનાસકાંઠામાં 5, વડોદરામાં 5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 3, ગીર સોમનાથમાં 2, જામનગરમાં 2, કચ્છમાં 2, વડોદરામાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 14 જિલ્લા અને એક મહાનગરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે આજે ફક્ત એક જ મૃત્યુ થયું છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સૌથી વધુ અમદાવાદમાં 55, ગીર સોમનાથમાં 35, ગાંધીનગર શહેર અને આણંદમાં 15-15 દર્દી સાજા થયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 2,17,786 લોકોનું રસીકરણ થયું છે, જેમ કે 296 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 6945 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 37,719 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 56,654 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,09515 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 6657 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પુરો થયું છે.