×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં 260 દર્દીઓ નોંધાયા, ત્રણ દર્દીના મોત



અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260  કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નિપજ્યાં છે.આજે અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે.

06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં જ કોરોનાના કારણે 11 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11060 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. 06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2050 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે. 

અહીં સૌથી વધુ કેસ નોંધાયા
આજે સૌથી વઘુ અમદાવાદમાં 83 કેસ નોંઘાયા છે. વડોદરામાં 46, સુરતમાં 36, મોરબીમાં 21, મહેસાણામાં 10, રાજકોટમાં 9, ગાંઘીનગરમાં 8, વલસાડ અને ભરૂચમાં 6-6, કચ્છ અને મહિસાગરમાં 4-4, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4, બનાસકાંઠામાં 3  કેસ સામે આવ્યા છે. આ સાથે ભાવનગર અને જામનગરમાં 3-3, આણંદમાં 2, નવસારીમાં 2, અમરેલી અને દાહોદમાં 1-1, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા અને પંચમહાલમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે.